Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિક્રમનું ૧૬મું શતક
આ શતકમાં કુલ છ ચોવીશીરચનાઓ ઉપલબ્ધ છે. તેની વિગતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, પુનઃ સંપાદક જયંત કોઠારી. પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, પ્રથમવૃત્તિ અને પ્રકાશિત રચનાઓને આધારે પ્રસ્તુત છે. આ શતકમાં કુલ છ ચોવીશીઓ ઉપલબ્ધ થાય છે, તેમાં પાંચ અપ્રકાશિત છે, એક પ્રકાશિત છે. (૧) જયસાગર ઉપાધ્યાય કૃત સ્તવનચોવીશી – અપ્રકાશિત (સં. ૧૫૦૩ની આસપાસ) પાંચ સ્તવનો જૈન
ગૂર્જર કાવ્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. ૧'માં પ્રકાશિત. (૨) લબ્ધિસાગરસૂરિ (હસ્તપ્રત સં. ૧૫૩૮) અપ્રકાશિત (૩) આણંદ સં. ૧૫૬ ૨ અપ્રકાશિત () કવિયણ સમયે અનિર્ણિત. અપ્રકાશિત (૫) નરસિંહ ગણિ (સં. ૧૫૫૦ આસપાસ) અપ્રકાશિત (૬) પાર્જચંદ્રસૂરિ પ્રકાશિત (સં. ૧૫૩૭થી ૧૬૧૨) “પાર્ધચંદ્રસૂરિકૃત સ્તવન ચતુર્વેશિકા' સં. મુનિશ્રી
ભુવનચંદ્રજી.
વિક્રમના ૧૬મા શતકમાં ગુજરાતી ભાષાની ચોવીશી સ્વરૂપમાં રચાયેલી સર્વપ્રથમ રચના ઉપલબ્ધ થાય છે. આ રચનામાં ખરતરગચ્છના આચાર્ય જિનરાજસૂરિના શિષ્ય જયસાગર ઉપાધ્યાયે ભક્તિભાવની અભિવ્યક્તિ કરી છે. તેમની અન્ય કૃતિઓમાં વરસ્વામી ગુરુરાસ, જિનકુશલસૂરિ ચતુષ્પદી, ચૈત્યપરિપાટી, ગૌતમસ્વામીરાસ આદિ પ્રસિદ્ધ છે. તેઓ વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા. સંસ્કૃતમાં તેમણે પર્વરત્નાવલી કથા, ઉપસર્ગહર સ્તોત્રવૃત્તિ, પારતંત્રાદિ સ્તવ વૃત્તિ આદિ કૃતિઓ રચી છે. તેમની વિજ્ઞપ્તિ ત્રિવેણી નામની કૃતિમાં તીર્થપ્રવાસનું સુંદર વૃત્તાંત આલેખવામાં આવ્યું છે. ચોવીશી સ્વરૂપમાં આજે ઉપલબ્ધ થતી સર્વ રચનાઓમાં સર્વ પ્રથમ રચનાના સર્જક વિદ્વાન અને કવિ પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેમની ચોવીશીનાં સ્તવનો ચાર કડીનાં છે, તેમાંનાં પાંચ સ્તવનો પ્રકાશિત થયાં છે.
આ પાંચ સ્તવનોમાં કવિહૃદયના ભક્તિભાવની સુંદર અભિવ્યક્તિ જોવા મળે છે. પ્રથમ આદિનાથ ભગવાનનાં સ્તવનનો પ્રારંભ પરમાત્મ-દર્શનના આનંદની અભિવ્યક્તિ સાથે થાય છે
મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org