________________
દેશના-૧.
તે અડીના અહીં કંચન-કામિની કાયા કે કુટુંબ કઈ સાથે આવતા નથી.
જૈન દર્શનમાં ઇશ્વરપણુ માટે “મેનેપોલી' નથી અન્ય દર્શનેમાં ઈશ્વરપણું રજીસ્ટર્ડ છે. ઈશ્વરપણાનો માલિક એક જ! વેદને પારગામી પણ ઈશ્વર થઈ શકતું નથી. એ ઉપાય જૈન દર્શનને જ છે. દરેકથી ઈશ્વર થઈ શકાય છે, એ મન્તવ્ય જૈન દર્શનનું છે; તે માટે ઉપાય પણ છે. ભટકતી જાતવાળાઓ પણ પરમાત્મા થઈ શકે છે, અને સુંદર એવો તે માર્ગ શ્રી જિનેશ્વર દેવે બતાવેલા શ્રી જેનદર્શનમાં છે. દુનિયાની માયાજાલમાંથી જે છૂટે, અને માયાનાં બંધનેને જે તેડે તે પરમેશ્વર થઈ શકે છે. જેને આપણે શ્રી તીર્થકર દે કહીએ છીએ તે પણ એક વખત આપણી જેમ ભટકતા જ હતા ને ?' પરમેશ્વર થવાને પ્રયત્ન કર્યો અને પરમેશ્વર થયા! ઈશ્વરપણું પ્રાપ્ત કરવા માટે આ દર્શનમાં મેનેપાલી (Monopoly) એટલે સર્વ હક્ક એકને આધીન એમ નથી. જેને આપણે પરમેશ્વર માનીએ છીએ તેઓ જરૂર આપણી જેમજ ચારે ગતિમાં પરિભ્રમણ કરતા હતા, પણ નિઃસંગ બન્યા એટલે પરમેશ્વર બન્યા. જેઓ પરમેશ્વર બને તેઓ બીજાને પરમેશ્વર બનાવી શકે છે, પરમેશ્વર થવાને માર્ગ બતાવી શકે છે. પરમેશ્વરથી ઊચી પદવી બીજી કોઈ નથી. જગતમાં પરોપકાર કરવાની અથવા અમુક શુભ કાર્યો કરવાની મંડળીઓ, અને સંસ્થાઓ હોય છે, પણ ત્યાં અમુક મર્યાદા છે બધા માટે એ સ સ્થા નહિ. એક સંસ્થા બીજીને કહી દે-“એ કામ તમારૂ', અને એ મનુષ્ય તમારા ક્ષેત્રને છે વગેરે. જેનદર્શનમાં જે આત્માઓને પરમેશ્વર માનવામાં આવ્યા છે, પરમેશ્વર માનવામાં આવે છે, તે આત્માઓએ એકલા મનુબે, તિર્યંચે કે દેવતા માત્રને નહિ પણ જીવ માત્રને, પ્રાણી માત્રને, સર્વ જાતિ, સર્વ ગતિ સર્વ કુલને તારવાની બુદ્ધિ મેળવી હતી, અને શક્તિ મેળવી હતી. તમામ સારી ચીજે દુનિયા ઈચ્છે છે પણ કેમ મળતી નથી? મેળવી શકાતી કેમ નથી? જે આત્મા મેહનીય, વેદય, કામ અને વિકારને કબજામાં લે તે જરૂર પિતે ઊંચે આવી શકે. જ્યાં સુધી વેદેદયની આધીનતા હેય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહિ.
વીતરાગ પોતે ઇશ્વર છે-તેને માલિક કેઈ નથી. અષ્ટાપદગિરિ પર ગણધર ભગવાન શ્રીતમસ્વામીજીએ પનરસે તાપસને પ્રતિબેધ્યા છે અને તેઓને લઈને પિતે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે ચાલ્યા આવે છે. આવા ગુરૂ શ્રી ગૌતમસ્વામીજીના યે ગુરૂ વળી કેવા હશે?, એવી ઉલસાયમાન ભાવનાથી પન્નરસેં ય તાપસને માર્ગમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રીગૌતમસ્વામીજીને એ વાતની માહિતી નથી. સમવસરણમાં બધા આવે છે, ત્યાં શ્રીગૌતમસ્વામીજી, શ્રી વીર-ભગવાનને વંદન કરવાનું તાપને કહે છે. ભગવાનને વંદન કરવાનું કહેવું એમાં, શું અયુક્ત, ભગવાન પોતે ગણધર મહારાજાને કહે છે-“હેગૌતમ! કેવલીની આશાતના ન કર ! (મ, ટૂo ૬૪૭) ગુરૂ શિષ્યને કહે તેમાં આશાતનાને શુ અવકાશ છે?, હા ! ક્ષીણ મેહનીય વીતરાગને, આત્માના માલિક ને વંદન કરવાનું હોતું નથી. તે આત્મા જ ઈશ્વર સ્વરૂપ છે. ઉત્તરાધ્યયન પૂ. ૩૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com