________________
[૪]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ
એ વાત સાચી છે. એક બગીચામાં લીંબડાનાં વૃક્ષો પણ હોય, બીજા કે વૃક્ષો પણ હોય છતાં તેમાં ગુલાબનાં વધારે વૃક્ષ હેય તે તે બગીચે ગુલાબને કહેવાય. તે રીતિએ શું ઉપચારથી અત્રે નમસ્કાર છે? નહિ, અહીં તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ વિષયક જ્ઞાન ધરાવનારને નમસ્કાર છે. એ જ્ઞાન જ મંગલ રૂપ છે, એવા જ્ઞાનીને નમસ્કાર મંગલરૂપ છે. એ મંગલમય આચરણ મંત્રાળ !
અનંત જાણવાને અંત કઈ શંકા કરે છે કે વસ્તુ અનંતી કહેવામાં આવે છે અને જાણ્યું તમામ કહેવામાં આવે છે' એ તે પરસ્પર વિરુદ્ધ છે. કેમકે તમામ જાણ્યું એટલે તે અંત આવ્યે ને? અતવાળું જાણ્યુંને ? “હું મૂગો છું એવું કથન વદતે વ્યાઘાત રૂપ પ્રત્યક્ષ છે. આ શંકાના સમાધાન માટે સાડજ વિચારણની જરૂર છે. આ રકાબીને આખે કાંઠે તેની ગેળાઈ જાણે છે કે નહિ? જાણે છે તે કહે કે છેડો ક્યાં? વતું બને છેડે બતાવી શકે છે? નહિ, બતાવી શકતા નથી. શંકાના હિસાબે તે જેને છેડે ન જણાય તે બધું જાણ્યું ન ગણાય પણ એમ નથી. અહીં તે બધું જાણ્યું ગણે છે ને ? જે વસ્તુ છેડા વગરની હોય તેને છેડો જણાય શી રીતે ? જ્ઞાન પણ અનંતું છે, વસ્તુ પણ અનંતી છે. અનંતને અનંતા રૂપે જોવામાં અંત છે. તે વખત એક ભેળા થાય તે “સ” કહેવું પડે, અનંત કાલ, અનંત પર્યાયે, અનંતી અવસ્થાઓને જાણવાને અંત સાધનાર, અનંત જ્ઞાનવાન, અનંત ઐશ્વર્યવાન આત્મા તે શ્રી સર્વદેવ! તેજ શ્રી ઈશ્વર? શું આત્મા કાયમને ગુલામ છે?, ના.
જેનમત વિના, અન્ય મતેમાં આત્માને ગુલામી હાલતમાં હોય તે ( ગુલામ) માનવામાં આવ્યું છે. અન્યમનું મન્તવ્ય એ છે કે સદ્ગતિ-દુર્ગતિ આપનાર પરમેશ્વર છે. કર્મ આત્મા કરે, ફલદાતા પરમેશ્વર ! જેનદર્શનનું મન્તવ્ય એથી ભિન્ન છે, અલગ છે. અહીં તે આત્મા પિતે જ પિતાનાં કર્તવ્ય માટે જવાબદાર છે, જે ખમદાર છે. અન્ય સમગ્ર દર્શનકારે ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માને છે, જયારે જેને ઈશ્વરને જગતના બનાવનાર તરીકે માને છે. જગતને મેક્ષને માર્ગ, નરકને રસ્ત, ધર્મ-અધર્મનું સ્વરૂપ બતાવનાર ઈશ્વર જરૂર છે. હીરાને તથા પથ્થર, માટી વગેરેને સૂર્ય જેમ બતાવે છે પણ બનાવતે નથી હિત-અહિત, પુણ્ય-પાપ, બંધ નિર્જરા ઈશ્વર બતાવે છે. જ્ઞાન કરાવે છે એવું જૈન દર્શન માને છે. આપણે રખડતી જાતના છીએ, એટલે, રખડેલા. ભટકતી જાત બે મહિના અહીં રહે, બે મહિના બીજે રહે તેવી ભટકતી જાત પણ મિલકત, લે તે સાથે રાખે છે. પરંતુ આપણી હાલત તે નથી. કયા ભવમાં શરીર, ઈન્દ્રિઓ, મન, વચનની શક્તિ ન હતાં? ત્યાંથી નિકળ્યા ત્યારે ખાલી આત્માની શક્તિને અંગે પણ નિકાશમાં પ્રતિબંધ! આહારાદિ કંઈ પણ બહાર બીજા ભવમાં સાથે લઈ જઈ શકતા નથી. કંચનાદિ દુન્યવી અપેક્ષાએ મેળવો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com