Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩ મું અભવ્ય અને જાતિભવ્યને મેક્ષની કલ્પના ન હોય
જેને મેક્ષની કલ્પના આવે તે ભવ્ય છે એમ જમજવું. તવ એ છે કે મેક્ષને અભિપ્રાય તે ભવ્યજીવને જ થાય. કેને? તે કે જે ભવ્ય હેય, ભવ્યમાં પણ જાતિભવ્ય નહિં, મને વહેલે શપુદગલ પરાવર્તે ચાહે સે પુગલ પરાવર્તે જવાને હેય, જાતિભવ્ય તેમાં કામ ન લાગે. જેમ મગને દાણે કોયડું કહેવાય. રંગ આકાર નામ બધું એનું એજ, છતાં તેનામાં સીઝવાની તાકાત નથી. તેમ ભવ્ય લાયક કહેવાય છતાં સિદ્ધ થવાની લાયકાત નહિ. અહીં શંકા કરી છે. જાતિભવ્ય જેઓ ભવ્ય કહેવાય છે અને મોક્ષે જવાના નથી, લાયકાત છે, આવા જાતિભવ્યને મોક્ષને વિચાર હોય નહિં. હવે શંકા થશે કે એનું કારણ શું? અહીં કાગડું મગ ન સીઝે તેનું કારણ શું? શું પાણી, અગ્નિ ટાઈમ નથી મળતું, શું કારણ છે, તેની છાલ એવી વિચિત્ર છે કે જેને લીધે અંદર પાણીને પ્રવેશ થતો નથી. એટલે સીઝે નહિં, તેમ અહીં અંદર જે જાતિભવ્યો હોય તે એકેન્દ્રિય પણામાંથી બહાર આવેલા જ ન હોય તે પછી મેક્ષને સંકલ્પ કરે એ વખત જ કયાં છે? સંજ્ઞી પંચેન્દ્રિયને, જાતિભવ્યને ત્રસાદિને વખત જ નથી. એવા અનંત જીવે છે. હવે વિચારો ત્રસપણું જ ન મળ્યું હોય તે મોક્ષને સંકલપ ક્યાંથી આવે? જાતિભવ્યને પણ મેક્ષને સંકલ્પ હોય જ નહિં. ત્રસાદિ પરિણામ જાતિભવ્ય ન પામે, આટલું કહેલું છે. સૂકમનિગોદમાંથી નિકળ્યા પછી આગળ આવવાને પ્રતિબંધ કર્યો? પણ અહીં શાસ્ત્રકારે આટલું કહ્યું છે જે જાતિભવ્ય એ તે ત્રસ થાય જ નહિં, તે પંચેંદ્રિય સંજ્ઞી તેમાં પણ વિચારને લાયક તે હેય જ ક્યાંથી ? એટલે જાતિભવ્યને મોક્ષની કપના હાય જ નહીં. અભવ્યને ત્રસાદિકપણું મળી જાય છતાં તેને મોક્ષની માન્યતા ન હોય. મને મોક્ષ મળે એ કલપના ભવ્યને જ હાય. મેક્ષની કલ્પના હોય તે જ ભવ્ય. આ નિયમ આંબે એ ઝાડ પણ ઝાડ એ આંબે એમ નથી. મોક્ષને સંકલપ થાય તે ભવ્ય, જે જે ભવ્ય તેને તેને મોક્ષને સંકલ્પ થાય, આ નિયમ નહિં. જે જે ભવ્ય તેને તેને મેક્ષ મેળવવાનો વિચાર થાય તે નિયમ નથી. એકેન્દ્રિયમાં અનંતા ભળે એવા છે કે જેને આ પરિણામ છે જ નહિં. મેક્ષના સંકઃપવાળે જે જીવ તે ભવ્ય એમ ખરું, પણ જેમ જે જે ઝાડ તે તે આંબે એમ નહીં, તેમ જે જે ભવ્ય તેને તેને મોક્ષનો સંકલ્પ, આ નિયમ નહીં.