Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૪૨ મું
મળે તે ભવિષ્યતતા ચીજ કયાં રહી ? ઉદ્યમથી જુદી સ્થિતિએ ભવિતવ્યતા ચીજ માને છે તે નથી.
નિગોદ સાધારણ કેમ?
નિગેદમાં હતા ત્યાં અનંત છને જ જોડે હતે, ભાગીદારી એવી હતી કે કઇ જગે પર એવી ભાગીદારી હોતી નથી. એકઠા ખાવાની કે ચાવવાની ભાગીદારી હેતી નથી. ભારંડપક્ષી ચાવે જુદા, ખેરાકની શરીરની ભાગીદારી, શ્વાસ અનંતાએ મળીને લે, ઉત્પત્તિમાં આહાર, શ્વાસ યાવત્ મરણમાં પણ ભાગીદારી, એવા અનંતજી એક કંપનીના ભાગીદાર. વેપારની ભાગીદારી હોય પણ બાકીના સંજોગો જુદા હોય, પણ ત્યાં તે બાહાના કે અંદરના સંજોગે એક સરખા. આહાર શરીર જન્મ મરણ બધામાં ભાગીદારી આવી ભાગીદારીમાંથી બધા રહી જાય અને એક તરી જાય તે કેમ બને? અનંતા જીવને એકજ શરીર બધાને સરખી ભાગીદારીનું, માટે તેનું નામ સાધારણ, તેથી એ જીને સાધારણ કહીએ છીએ. સાધારણ કેમ ? એ બિચારે સ્વતંત્ર શરીર ન કરી શકે. અળગાપણું કંઈ નહિં. બધુ સંયારૂં. મરણ પણ સંયારૂં ત્યારે સાધારણ મય, બધું સંયારૂં. આવી સ્થિતિમાં અનંતા સહીયરો ભેગા રહ્યા. એમાંથી એકાદ ખાટી જાય. બાકી બધા રખડતા રહે. તેમાંથી એકાદને ખાટવું કેટલું મુશ્કેલ? બાકીને તે બધાને રખડતા રહેવું. તેમાંથી નીકળવું તે કેટલું મુશ્કેલ? અહીં કોને આધાર? અહીં સાધન સ્થાન સંયોગ જુદા નથી, એવી જગપર શું થાય? આ જગપર ભવિતવ્યતા કહી શકીએ, તે સવતંત્ર કાર્ય કરી શકતી નથી. માત્ર ભવિષ્યમાં થવાની ભવિતવ્યતા એ કઈ ચીજ નથી. ભવિષ્યમાં જેને નીકળવાનું હોય તેવાને આત્માની પરિણતિ ઓછી બગડે, બીજું કંઈ નહિ, તમે નિગદ બહાર આવ્યા છો તે આવી વખતે આત્માની પરિણતિ બગડવા ન દીધી, ત્યારે બહાર આવ્યા છે. અનતા ભાગીદાર માંથી બહાર નીકળ્યા તે અહીં સ્વતંત્ર છે, તે પરિણામ કેમ સુધારતા નથી. તમે પરિણામ બગડવા ન દીધા, ત્યારે છુટયા છે. બંધ છે થયે ત્યારે અકામ નિર્જરા થઈ ને તમે બહાર આવ્યા. અહીં ધારીને કર્યું તેમ કહી શકાય તેવું નથી. તે વખતે જે પરિણામને બગાડે ન થયે તેમાં ભવિતવ્યતા કારણ લઈ શકીએ. જ્યાં બીજે કઈ આધાર