Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
5
પ્રવચન ૧૮૩ સુ
શ
બીજાને ગભીરતાની વાર્તા કરીએ. પેલાને ગંભીરતા રાખવાનું કહે છે તુચ્છતા ન કર તેમ બીજાને કહે છે, તેમ તારા આત્માને કયારે કહ્યુ કહેા દુનિયા બીજાને કહેવા માટે તૈયાર છે. બીજો ક્રોધ કરે તા, ક્રોધે કાડ પુરવતણુ' સંજમ ફળ જાય રે.’ એમ બીજાને કહે છે, પણ પેાતાને ક્રોધ આવે ત્યારે વિચાર્યું' કે-કેટલું ગયું ને કેટલું રહ્યું? ક્રોષ ઉતરી ગયા પછી પણ એ આવે છે ? હવે ક્રોધ ન આવે તે માટે વાડ કરી દઉં', મનમાં બળાપેા થયા હોય તે તરત વાડ કરે. ભેળા ભેળા કહી દ્રુઇએ. જે ઠરાવ કાયદા નિણૅય પાછળ અમલ ન હાય તા તે ઠરાવ નિણૅય કે કાયદા કાગળીયા ચીંથરા છે. જે કાયદાની પાછળ સજા ન હાય, ભંગ કરનારને નુકશાનની સ્થિતિમાં આવવાનું ન હોય, તા કાયદાના ચીંથરા છે. જે દિવાની પાછળ ફાજદારી ન ડાય. તેા દિવાની કાયદા નકામા છે. દિવાનીને અમલ કરવા માટે ફાદારી. તેમ જે વસ્તુ ખરાબ લાગી, ક્રેાધ કર્યાં ખરાખ થયું, હવે આ થયે તેનુ શું? આગળ ફેર ન થાય તેનું શું? ક્રોધ થયા પછી આપણી તુચ્છતા થઈ, તેણે ધ-રત્નને કેટલા ધક્કો માર્યો? માટે તુચ્છતા થઈ તે માટે ને ભવિષ્યમાં ન થાય તે માટે મિચ્છા મિ દુક્કડંની જરૂર. મિચ્છા મિ દુક્કડ તે પહેલા થએલી ભૂલનું પ્રાયશ્ચિત છે. તેટલા માટે પેાતાના આત્માને જોખમદાર ગણી ચાલેા, એકલી વકીલાત ન કરેા. આપણી સ્થિતિ દરેક કામાં વકીલાતની છે. જોખમદારી ક્યારે લીધી ? ક્રોધ વખતે ચડીશિયાનુ` ને માયા વખતે બ્રાહ્મીનું ને માન વખતે માહુખલજીના દૃષ્ટાંત દઈએ છીએ, પણ તે ખીજાને સંભળાવવા માટે. સાધુ ઘણા તપીચે હતા, ધરતા મન વૈરાગ રે,' વિગેરે કહી દઈએ. કાનથી છિદ્રવાળા, જે પૂતળીના કાનમાં જ બીજી છિદ્ર હતું, તેના જેવા છીએ. માટે પેટમાં છિદ્ર જતું હતું તેવા થાવ. અનતી વખત ચારિત્ર લઈ નવ વેયક ગયા હઈશું. તે વખતે સાંભળ્યા જાણ્યા ઘા, પણ ત્રીજી ભૂમિકામાં દાખલ ન થયા. અત્યારની જિંદગીમાં વકીલાતમાં ને જોખમદારીમાં કેટલા વાકયાના ઉપયોગ થાય છે ? આત્માની શિખામણમાં પા કલાકમાં નિદ્રા આવે છે, ખીજાની પંચાત–નિંદાની વાતમાં ખાર કલાક બેસી રહીએ છીએ. આપણી જિંદગી સમજણી થઇ ત્યારથી આજ સુધીના વિચાર કરેા કે-બીજાને ક્રોધાદિક ટાળવા માટે બીજાને સમજાવવા માટે કેટલુ' કહ્યુ' ને આત્માને સમજાવવા માટે કેટલું કહ્યું? ખરેખર એક વકીલાતનો ધંધો છે.