Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮૩ મું
૧૯૯
બનાવટ છે. માટે તીર્થકર પિતે કષાય ઘાતિ કર્મથી છવસ્થપણાથી વિરમે નહીં ત્યાં સુધી જગતને વિચાર કરવા તૈયાર નથી. પિતાને ન થાય ત્યાં સુધી અનુભવ વગરનું બેસવું ? તે અહીં શંકા થશે કે બીજા સાધુને કેમ છૂટ? છદ્મસ્થ સાધુ છતાં પાંચમા આરાને છેડે
પસહસૂરિ માત્ર દશવૈકાલિક અનુગ જેટલું જ્ઞાનવાળા તે પણ ઉપદેશ દેનારા થશે. એના સમાધાનમાં યાન ઘો. બીજા બધા મુનિ કેવળ ટપાલી છે. કેમ? તે કે એને તે જિનેશ્વરે આમ કહેવું છે. પારકો લખેલે એક બીજાને લાવી સોંપે છે. સ્થિતિ તપાસવાનું ચેક લખનારને, ચેક આપનાર ટપાલીને જોખમદારી તપાસવાની હોતી નથી. ચેકની રકમ સાથે લખનારે પિતાની જોખમદારી તપાસવી પડે છે. તીર્થકરને ધર્મ અખતરો ને અખતરાનું ફળ જોડે બતાવી કહેવાનું છે. સાધુ પોતાના આત્માને અખતરામાં મૂકતા નથી. તીર્થકરેએ આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો, તપસ્યા કરી અને મોક્ષ એના પ્રતાપે મેળવ્યો. મેં આમ કર્યું, મને આમ મળ્યું, તેમ મુનિઓ પિતાના આત્માને અખતરામાં મૂકતા નથી, તેથી જિનેશ્વરે કહેલે ધર્મ, કેવળીએ ધર્મ કહ્યો, કેવળીએ કહેલો ધર્મ તત્વ કહે છે. બીજા મુનિઓ સ્વતંત્રપણે ધર્મ કહેતા નથી. એ તે માત્ર કેવળી જિનેશ્વર તથા ગણધરને કહેલો ધર્મ કહે છે. હર કોઈ મનુષ્યને ટપાલી ગણતા નથી. ટપાલીને પિસ્ટને પટ્ટો ચાંદ પિષ્ટના કાયદા પ્રમાણે વર્તનારો ટપાલી બનવું, આટલી રીતિ સાથે; તેમ જિનેશ્વર મહારાજના દાગીનાને પ્રવચનરૂપી મનીઓર્ડર પહોંચાડવા માટે જિનેશ્વરને વેશ જોઈશે. ટપાલીને અમુક જ ટપાલ અપાય, સહી કરાવાય વિગેરે ભગવાને પાંચ કાયદા ટપાલી થનાર માટે રાખ્યા. એ પ્રમાણે ન વતે તે આને ટપાલી નહીં જગતને કઈપણ સૂક્ષ્મ કે બાદર જીવની હિંસા ત્રિવિધ ન કરે. આ કાયદાની બહાર રહેનારા અહીં ટપાલી બની શકે નહીં. તેમ પાંચ મહાવ્રત લઈ લે એ કાયદામાં વતે તે જ ટપાલી. સ્વયં પાપ પરિહાર કરનાર જ ઉપદેશના અધિકારી
આથી સાધુ સિવાય ઉપદેશને અધિકારી નથી. ટપાલીને લાયકના કાયદા પટે બાંધેલા છે, તે પ્રમાણે તે તે જ ટપાલી બની શકે. ઉપદેશ આપનારે પતે ત્યાગ કરે. ધર્મબિન્દુમાં જણાવે છે કે “સ્વયં પરિહાર” એટલે ઉપદેશ દેનારે પ્રથમ ત્યાગ કરે. ડાહી સાસરે ન