Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૫૯ મુ
૧૫
સુધી રખડયે તારી પાસે કંઈ કમાઈ છે? ધંધે શ કર્યો હતે? કમાઈ કરવા માંડી હોય ને કમાઈ ન થઈ હોય તે કમાઈને ઉપાય નકામ હતે. તાવ આ હેય ને શેષ નાગને મણિ લાવ ને નાખ વાડકામાં પાણી, ચોપડીશ તે તાવ ચાલ્યો જશે. તે આ કહેવામાં વળે કશું નહિ, પણ કમાઈને માટે મહેનત કરી નથી. દરેક ભવમાં મેળવા માટે મહેનત કરી છે.
મહેનત કરી છે પણ મેળવવું અને મેલવું એવી મહેનત દરેક ભવે કરી છે. એ એક પણ ભવ ખાલી નથી કે જેમાં મેલવા માટે મેળવવાની મહેનત ન કરી હોય? શરીર ઈંદ્રિય વિષયે ને તેનાં સાધનોની મહેનત દરેક ભવમાં થઈ છે, જે તમે મેલવાના. એ જ મેળવવા માટે મધ્યા, આખે જન્મ શરીરાદિ મેળવવા માટે મધ્યા, આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની જાતિ તપાસે, ચારેગતિ તપાસે, મચ્યા છીએ પણ મેલવાનું મેળવવા મથ્યા છીએ. એકેય ભવમાં રાખવાનું મેળવવા મથ્યા છે? તમારી અનંત પુદ્ગલ પરાવર્તની મહેનતમાં જે મેળવ્યું તે બધું મેલ્યું. પણ પરીક્ષાની ખાતર આત્માનું કહેલું મેળવવા વિચાર કરે, મારા કહ્યા મુજબ કરો તે એવું મેળવાવી દઊં કે કઈ કાળે જાય નહિ. તમે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી મહેનત કરી મેળવી મેલ્યું. આ શોધની ખામી છે. મેળવેલું ભવાંતરમાં સાથે ઉપાડી જાવ, આ શોધ નીકળી નથી એની જ ખામી છે. સાથે લઈ જવાની શોધ નીકળે તો પાછળના માટે કંઈ ન રાખે
મેળવેલું ઉપાડી જવાની શોધ નીકળે તે કાલની પરણેલી માટે પુરતો ખોરાક પણ ન રહેવા દે. તમારે વીલે અને વ્યવસ્થા શા માટે કરવા પડે છે? જાણે છે કે હું છોડી જવાને છું, માટે કંઈક વ્યવસ્થા કરવા દે. બળતું ખોરડું કૃષ્ણાર્પણ કરો છે, પણ તમારી પાસે
ધ હિય કે મેળવેલું લઈ જઈ શકાય, તે ઘરમાં એક દિવસનું ખાવાનું અગર રહેવાનું ઘર રહેવા દઈ જાવ નહિં. આ તે કુટુંબ પુરતી વાત થઈ આયુષ્ય જેટલા જીવવાના. વૈદ ડાકટર હકીમ આયુષ્ય વગર જીવાડી દેતું નથી. જે જીવાડને તે તેના માબાપને પહેલા જીવાડત, પણ તે જગો પર વૈદ હકીમ કે ડાકટરના બાપ કે બા અમર