Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગોદ્ધારક-પ્રવચન-શ્રેણી વિરતિને કયે ઉપદેશ બાકી રહ્યો ? તે સર્વવિરતિ પછી દેશવિરતિને ઉપદેશ આપવો તે નકામું છે. ઈરછા અંદરના પરિગ્રહને ઉપદેશ, આવે બહારને ન દે તેમ નથી. સર્વવિરતિના ઉપદેશમાં સર્વ નિરૂપણ સમાઈ જાય
મહાવ્રતમાં બનેને ઉપદેશ સરખે. જેવી ત્રસની હિંસા તેવી સ્થાવરની હિંસા પણ છોડવી. જે સૂકમ મૃષાવાદ તે બાદર મૃષાવાદ પણ છોડે. જેવી સ્વસ્ત્રી છોડવી તેમ પરસ્ત્રી પણ છોડવી. તેમ ચેરી પરિગ્રહ નાની કે મટી પણ સરખી રીતે છોડવાનું છે. આ રીતે ઉપદેશ આપે છે તે દેશ વિરતિને ઉપદેશ જાદે કેમ આપો ? સર્વવિરતિને ઉપદેશ આપે પછી દેશવિરતિને ઉપદેશ કર્યો? સર્વવિરતીની બહાર દેશવિરતિ નથી. તે જુદે ઉપદેશ કેમ આપવાનું કહે છે? તે તે ઠીક પણ સમ્યકત્વ માટે પણ દેશવિરતિની પરિણતિ ન થાય તે સમ્યકત્વને ઉપદેશ આપ. તે દેશવિરતિ કે સર્વવિરતિ પહેલાં સમ્યકત્વને ઉપદેશ નથી કરતાં ? એટલે સર્વ વિરતિવાળાને દેશવિરતિ સમ્યકત્વને ઉપદેશ નથી ? સર્વવિરતિ વખતે દેશવિરતિ કે સમ્યકત્વને ઉપદેશ બાકી રહ્યો છે? હજ ઉપદેશ શબ્દ કેને અંગે વપરાયે છે તે તું સમજે નથી દેશવિરતિ કે સમ્યકત્વના નિરૂપણને અંગે ઉપદેશ શબ્દ વપરાયે નથી, કહો એને કર્તવ્યતામાં અમલ કરે તે માટે દેશ વિરતિ શબ્દ વપરાય છે. નિરૂપણ સર્વવિરતિનું કરે તે વખતે દેશવિરતિ સમ્યકત્વનું થઈ ગયું છે. ૧૦ પા૫ સ્થાનકને પાપ માને એને રખડાવનાર માને, ૧૮ પાપસ્થાનક ત્યાગ કરવા લાયક માને તે જ સમ્યકત્વ, તે સર્વવિરતિવાળાને હોય. આ પાપસ્થાનકના પચ્ચખાણ કરું, એમ જ હોય તે મારો આત્મા હલકો થાય, આ માન્યતા એ જ સમ્યકત્વ. એ માન્યતા જણાવ્યા પછી બે પ્રકારે પાપ છે. ત્રસ ને સ્થાવરની હિંસા એ બને પાપ છે માટે કઈ પ્રકારે હિંસા થવી ન ઈએ. આ નિરૂપણ કર્યા વગર સર્વવિરતિને ઉપદેશ કરી શકાવાને નહિં. સર્વ કરાવવા માટે, વિરતિમાં બધું નિરૂપણ આવી જાય છે. બીજાને કર્તવ્ય તરીકે ભાન બીજે મનુષ્ય હિંસામાં પાપ માની સૂક્ષ્મ બોદર હિંસા છેડે તે માટે તૈયાર કરે. કંઈ ન કરી શકે તે છેવટે પાપ સ્થાનકે ત્યાજ્ય છે તે શ્રધ્ધા ટકાવી રાખજે