Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૮ મું
૧૫૫
તેમ તીર્થકરે અર્થથી કહેલા, ગણધરોએ ગુંથેલા પરમ પવિત્ર આગમે. આત્માના ઉદ્ધારનું અદ્વિતીય સાધન દેવાદિક ત્રણને માનનારો એને આધારે જ થાય, તેને માને તે જ તેને માનનારે થાય. જે મનુષ્ય આગમમાં કહ્યા પ્રમાણે વસ્તુને આદર કર્યો, છતાં પિતાની હિતની બુદ્ધિએ ન કરતે હોય, લાજ શરમ દાબથી કરતું હોય તેમ નહીં, આગમમાં કહેલી વસ્તુને આદર કેવળ આત્માના હિતની ઈચ્છાએ કરે છે. આ રસ્તા સિવાય મારું કલ્યાણ નથી. કાં તે દેખતે હે જોઈએ કાં તે દેખનારને પકડીને ચાલનારો હોય. એ ન હોય ને દડે તે શી વલે થાય? એવા આંધળાની જેવી વલે તેમ આપણે આંધળા છીએ. ચક્ષુથી આંધળા નથી, પણ આત્મા ને તેના ગુણે, કર્મ તે કેમ બંધાય છે, છૂટે છે, મેક્ષ આપે છે વિગેરે વસ્તુ આખું પ્રકરણ વિચારીએ તો દેખનારાને આખી દુનીયા, પણ આંધળાને કંઈ નહિં. આંધળાને કાળું, ધળું, પીળું કે લાલ કશું દેખાવાનું નથી. વસ્તુને રંગો ને આકારે ચક્ષુવાળાને માટે મુખ્ય હેય, આંધળાને નહીં રંગ કે નહીં આકાર. દુનીયામાં રંગ આકાર પાર વગરના પણ આંધળાને તેથી કશું નહીં. તેમ કેવળજ્ઞાનીઓને અતીન્દ્રિય જ્ઞાનીઓને અરૂપી પદાર્થને ઢગલે, પણ જેમ દેખનારાને જગતમાં રંગ ને આકારને પાર નથી, પણ બધું આંધળાને પડદામાં. તેમ કેવળજ્ઞાનીને અનંતાનંત પદાર્થ દેખવાના છે. આપણે અરૂપી જાણવામાં અંધ સરખા છીએ. આપણે પર્દાદિક દ્વારા જે જણાય તે જાણીએ, પણ જેમાં રૂપાદિક નથી, અરે રૂપ છે એ પણ જાણવાની તાકાત નથી. જેમાં રસ ગંધ છે એ પણ જાણવાની તાકાત નથી, તે જેમાં રૂપ રસાદિ નથી તે કયાંથી જાણીએ? આત્મામાં નથી રૂપ રસ શબ્દ ગંધ, કશું નથી તે આમાની અવસ્થા કયાંથી જાણીએ?તેની ફેરફારી શાથી થાય છે તે કયાંથી જાણીએ? ફેરફારી કેમ રોકાય? ફેરફારી ફાકવાથી શું થાય? આ બધું આંધળા માટે જેમ દુનીયા, તેમ આપણે પણ અરૂપી માટે આંધળા નથી પોતે દેખતે, નથી દેખતા પાછળ ચાલવું તે એ આંધળાની શી વલે ? હજુ બેસી રહેવું નથી, દોડવું છે. દેટું દેખનાર ને અનુસરનારા કરતાં દેતું ચાલવું છે. આ આંધળાની લાકડી આગમ છે. આપણને આ સર્વજ્ઞના વચને એ જ આત્માના સ્વરૂપ અવસ્થા, કર્મ, નિજેરા, બંધ, મોક્ષ જાણવા માટે આગમ જ આધાર માટે પોતાના આત્મામાં હિત કરવાની