Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૯ મું
હીરાના પારખું, સાચા હીરાના, જેને પથરાને સંસર્ગ નહીં, ચાકખા રત્નને પારખનાર આ મહાપુરુષ. આવી ધારણાવાળે અનાર્ય રાજાને ઝવેરી આ છે-એમ કહે તેમાં નવાઈ નથી, જે વિજ્ઞાન ભૂમિકામાં આવ્યું હોય તેને ધર્મ રત્ન રૂંવાડે રૂંવડે જચી જવો જોઈએ. ઉભયાધારણ ધર્મએ જ રત્ન, ધર્મરત્ન જ.
ઉત્કૃષ્ટ સ્ત્રીને સ્ત્રી રત્ન, ઉત્કૃષ્ટ ઘેડે તે અશ્વરત્ન, સારામાં સારો હાથી તે હસ્તી અશ્વવાર્ધકીરત્ન, રત્ન એટલે સ્વ જાતિમાં ઉત્કૃષ્ટ. અમુક નામની પાછળ રત્ન શબ્દ લાગે, માત્ર તેને અર્થ ઉચા નંબરનો ઉકૃષ્ટ. નર-ન સ્ત્રીરત્ન બધામાં ઉત્કૃષ્ટ, તેમ અહીં “ધર્મેષ રત્ન” ધર્મને વિષે ઉત્કૃષ્ટ રન તેમ નથી, ઉત્કૃષ્ટ ધર્મ તેનું નામ ધર્મરત્ન, પણ આથી ત્રીજી ભૂમિકા ન આવી. એ તે જ્ઞાન ભૂમિકામાં ગયા. અહીં વિજ્ઞાન ભૂમિકામાં આવવાનું છે, ત્યારે ઉભયાધારણ બે ય બાજુ નિર્ણય કરવાને. ધર્મ એ જ રત્ન, ધર્મ રત્ન જ છે. જગતના રને કહેવાય છે તે માત્ર વ્યવહારના, પારમાર્થિક નહીં. પારમાર્થિક રત્ન
સાળ હોય ત્યાં સની સુથાર રહેતું હોય તે માની સરખી ઉમર હોય તે મામા કહીએ, આપણી પડોશમાં તેની સુથાર કે મુસલમાન રહેતા હોય તે કાકા કહીએ, એમાં મામા કાકા કહી કહ્યું વળવાનું નથી. તેમ પથરાના ભાઈને રત્ન કહી અનંત જન્મ ગુમાવ્યા, તેમાં વળ્યું નથી. માટે ધર્મ એવ રત્ન, ધર્મ સિવાયના પથરાના ભાઈ એવકાર કાર્ય શું કરે છે તે ધ્યાનમાં જો. બીજી કશી ચીજમાં રત્નની બુદ્ધિ નહીં. પેલા મામા મસાલું ભરનાર નથી, ગ્રામાન્તરે લગન હોય તે જેટલા ગામના તેટલા બધા મામા. પણ કહેવાના, સાચા મામા નથી. માત્ર માનું પીયર ત્યાં છે. સરખી ઉમર હાવાથી મામા કહેવા પડે છે. બાકી સ્નાન કે સૂતક કંઈપણ લાગતું વળગતું નથી તેમ જગતે આવી જાતના પથરાને રતન કહેવાને વ્યવહાર રાખે છે, તેમ આને રતન કહું છું, પણ પેલા મામા સાથે સ્નાન સુતકને કશો વ્યવહાર નથી, માત્ર કહેવાના મામા છે તેમ રને કાં છું. તે સાથે મારા આત્માને સ્નાન કે સૂતક કશું નથી, આ મનુષ્યને ધર્મજ રન. ખરા મામા પેલા જે માના સગાભાઈ એમ ને એ શુદ્ધિ