Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 414
________________ હ પ્રવચન ૧૮૧ મું પછી પાણી પીએ તે પણ કફ પરિણમે, ચરબીવાળાને પાણી પીવાથી ચરબી વધે, કહો આશયથી પાણીમાં ચરબી કફ નથી, પણ આશય પ્રમાણે કર્મ પરિણમે છે, તેમ અહીં આશ્રવમાં આવતાં કર્મ એક રૂપ છે, પણ આત્માના અધ્યવસાય વેરાતાં કમેને અનુસરી બંધ થાય છે. તેથી આશ્રવ-બંધ તત્વ જુદાં માનવાની ફરજ પડે છે. જ્યાં આશ્રાવ ત્યાં બંધ છે. એક તત્ત્વ માની શકીએ. આશ્રવ એક રૂપ ને બંધ અને રૂપ. પાણી એક રૂપ, વિકાર અનેક રૂપ. એટલા માટે બંધ તત્તવની જુદી જરૂરીયાત ખડી રહે છે. આ આશ્રવ બોલ્યા. તમે સામે સાંભલ્યું તે વકીલાતમાં ન લઈ જાવ તે સારું. સાંભળનારને કે સંભળાવનારને જોખમદારી કેટલી લાગી? શાસ્ત્રકારે ઇન્દ્રિયને, કષાયોને, કિરિયાને આશ્રવ ગણે છે. અહીં તને વકીલાત, કેઈ આપતું નથી. તારી જોખમદારીએ વાત કર. જિનેશ્વરે કહા સિવાય તવ છે જ નહિં. અને જે જે તત્તવ તે તે જિનેશ્વરે જ કરવું છે, આ મુખત્યારનામું શાસ્ત્રને મળી ગયું છે. અત્યારે તારી જોખમદારી સમજ. મારા આત્મામાં ઈન્દ્રિયેનાં કાણું પડયા છે, તેમાંથી કર્મને પ્રવાહ ભરાઈ રહ્યો છે. ડગલે પગલે વકીલની પેઠે વગર જોખમદારીએ બનેલ બનાવ કહેવા તૈયાર રહે છે. અસીલની પેઠે જોખમદારીથી વાત કરતું નથી. પગે બળતું જે. ડુંગરે બળતાની વાત કરે છે. તે આશય બંધ વગરને નથી, તે બીજાના બંધની આશ્રવની વાત શું કરવા કરે છે? એ તે જેમને પગ નીચે બળતું નથી, તે ડુંગરા બળતાની વાત કરે તે વ્યાજબી છે. જે નિરાશ્રવ જેવી સ્થિતિવાળા છે, તે જિનેશ્વર બળતાની વાત કરે તે જુદી વાત છે. તું સળગતા ઘરમાં ઉભો રહે છે, તું હજુ સુધી જ્ઞાનભૂમિકામાં છે. વિજ્ઞાનભૂમિકામાં પેઠે નથી. નહીંતર પગ નીચે બળતું સૂઝે, ડુંગરે બળતું પછી સુઝે. આપણે પિયા ફેરવનારા, ત્રણ લેકના નાથ જન્મથી મતિ શ્રુત અવધિ તથા દીક્ષા સાથે મન:પર્યવ જ્ઞાન છતાં ડુંગરા બળવાની વાત ન કરવા લાગ્યા. પ એલાયું ત્યારે ડુંગરા બળવાની વાત કરી. પગે ઠંડું થયું ત્યારે ડુંગરા બળવાની વાત કરી. આપણે તે પગે ઠંડું કરવાની દરકાર નથી. માત્ર ડુંગરા ઠારવાની દરકાર છે. અહીં વિજ્ઞાનભૂમિકામાં આવનાશ વકીલની પેઠે વાત કરનાર ન થાય. વિજ્ઞાનભૂમિકામાં આવેલા પિતાને આત્મા કેમ રખડી રહ્યો છે તે વિચાર કરે ત્યારે ત્રીજી ભૂમિકા, આ આ વકીલાતને ધંધે નહીં છે, ત્યાં સુધી ત્રીજી ભૂમિકાએ નહીં

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444