Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૬૩
પ્રવચન ૧૭૯ મું અરિહંતાણું પદમાં કરી લે. જે દુધપાકને વ્યવહાર કહે છે ને જીભ પર મુકવામાં ફરક છે, તે વિજ્ઞાન ભૂમિકા પ્રાપ્ત ન થાય તે કડથી દુધપાક વહેંચવા જેવું થાય છે દશપૂર્વન્યૂન સુધીનું જે જ્ઞાન તે ભજનાવાયું છે. પાણી પાત્રના યેગે જેમ સુંદર અને અસુંદર છે, તેમ જ્ઞાન અને અજ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાનને તફાવત
હવે જ્ઞાનને વિજ્ઞાનમાં ક ફરક? દુધપાકને નજરે દેખે તે દુધપાકનું જ્ઞાન થયું છે ને જીભ પર છાંટે નાંખે તેમાં ફરક કયો? જ્ઞાન તે દેખવામાં સાંભળવામાં હતું. જીભ પર મેલ્યા તેમાં શું વધ્યું? એમાં રસનાનું જ્ઞાન થયું. દેખતા હતા તેમાં ચક્ષુનું જ્ઞાન હતું. ચાખ્યો તે રસનાથી જ્ઞાન થયું. અહીં ફરક જરૂર છે. ચક્ષુથી જે જ્ઞાન ને રસનાથી જે જ્ઞાન તેમાં ફરક શાથી પડી ? એ માટે શાસ્ત્રકારે આમ કહે છે એક, ને મારું આમ થાય છે એ બીજુ. શાસ્ત્રકારનાં વચને પિતા ઉપર ઉતારે, આશ્રવના ભેદ ૪૨ વિગેરે, ચક્ષુનું જ્ઞાન થયું હતું તેમ જ્યારે પોતાનામાં વિચારે કે આ પાંચ અગ્રતજ મને કરમ બંધાવે છે. ચેરનું ખાણું આજ છે. આશ્રવના ભેદ ૪૨-ઈન્દ્રિય પાંચ, પાંચ અવત, કષાય ચાર, જેગ ત્રણ ને કિયા પચીસ એમ બેંતાલીસ ભેદ જાણવા. આશ્રવ બોલતો હતો, નુકશાનકારક સમજાવતા હતા, પણ મને આ નુકશાન કરી રહ્યા છે તે નથી સમજાયું. મારે ઘેર આ ચોરના ખાંગા પડયા છે. કથા અગર બીજાને ઘેર ચેરી થઈ હોય તેની વાત કરે ને પિતાને ઘેર ચેરી થઈ હોય તેની વાત કરે તે આસમાન જમીનને ફરક પડે છે. આવી રીતે ચાર પેઠે, આમ ચેરી કરી, વાતના શબ્દોમાં ફરક નથી. જે પ્રમાણે બીજાના ઘરની ચોરીની વાત કરે છે, તેમજ પોતાના ઘરની ચેરીની વાત કરે છે, પણ પારકાના ઘરની ચેરીની વાત કરતાં કાળજામાં કશું નથી. અહીં પિતાના ઘરની ચારીની વાત કરતાં કાળજું કંપાઈ જાય છે. ચોરીની વાતમાં ફરક નથી, પણ મારું ગયું તે વાતની અસર ફેરવી. પારકું ગયું એમાં રૂંવાડે પણ પોતાને અસર થાય છે? નિરાધાર સ્થિતિમાં વાત કરીએ તે વાતમાં એમ થાય છે. એમ અહીં આ કર્મરાજાએ આઝવે બંધ મારું બધું ચારી લીધું છે, નિરાધાર કરી મૂકે છે, હજુ ઠેકાણું પડતું નથી એ થાય છે? શાસકાર અનંતાનંત પદાર્થને જણાવનાર કેવળ