Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૫૬
શ્રી આગમતારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
ઈચ્છાવાળાએ, તીર્થકરની સાચી માન્યતા પણ તેણે જ કરી, આત્માના હિતની દરકાર રાખી આગમને આદર કર્યો. ગુરૂની ભકિત પણ તેણે જ કરી. પિતાને ધમી કહેવડાવવાનો હક ત્યારે જ મળે ત્યારે આત્માના હિતની અપેક્ષાએ આગમને આદર કરે. સર્વજ્ઞના આગમને અજ્ઞાન કેમ કહેવાય?
ત્રણે તત્વની જડ રૂપ સર્વજ્ઞના આગમને અજ્ઞાન કેમ કહી શકે? દશપૂર્વથી ન્યૂનતાવાળાનાં શ્રતજ્ઞાનને અજ્ઞાન કહેવું છે. જ્યાં આગમની આટલી મહત્તા છે એવા આગમને અજ્ઞાન કેમ કહી શકે? એટલા માટે દષ્ટાંત દીધું છે કે-પાણ સ્વભાવે પવિત્ર છે, અપવિત્ર ગણે તે પવિત્રતાની વાત જગતમાંથી નીકળી જાય. પાણીની પવિત્રતા ઉપર જગતને પવિત્ર કરવાનું સાધન માની શકે. પણ જે પાણી અધમ, ભાજનમાં જોડાયું, પેશાબની કુંડીમાં જે પાણી છે તે પાણી કેવું ગણે? પાણી સ્વભાવે પવિત્ર ને પવિત્ર કરનાર છે, છતાં ભાજનની અપેક્ષાએ પાણી પણ અપવિત્ર માનવું પડે. તેમ આખા જગતમાં એક જ પવિત્રતાનું સ્થાન જિનેશ્વરનું આગમ, તેને જ્ઞાન ન માનીએ તે જગતમાં જ્ઞાનનું સ્થાન નથી. તેમ કંઈક ન્યૂનદસ પૂર્વનું જ્ઞાન અપવિત્ર ભાજનમાં જાય છે તેથી તેને અજ્ઞાન પણ કહેવું પડે. અભ મિથ્યાત્વીએ પણ તેના ભાજન હોય છે, તેથી સ્વામિત્વની અપેક્ષાએ અજ્ઞાન કહેવું પડે છે. કારણ ભાજનમાં ફરક કર્યો? ચકખી - પેશાબની કુલ બેમાં ખરાબ પદાર્થવાળી કુંડી તેથી ખરાબ, તેથી જેને વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થઈ, તેમાં આવેલું જ્ઞાન તે જ્ઞાન ૫ જ છે. જેમાં ત્રીજી ભૂમિકા આવી નથી, તેવાનું જ્ઞાન તે અજ્ઞાન છે. એજ માટે વિજ્ઞાન નામની ભૂમિકા રાખી. જ્ઞાન જુદી ચીજ, વિજ્ઞાન એ જુદી ચીજ.
વિજ્ઞાન આવે ત્યારે છેડવા લાયક આદરવા લાયક પદાર્થને વિભાગ કરી નાખે. ભલે આદરવા લાયક લઈ શક ન હોય, ઝવેરી હોય બાહોશ હૈય, ગુંજામાં છત ન હોય, ભલે કલસાની દલાલી કરે, પણ એ હીરાને કેલસે માનવા ને કોલસાને હીરો માનવા તૈયાર નહીં થાય. ઘેર હીરા મેતી સંઘર્યા છે, વેશ્યા જતા નથી, વ્યાજની ખાધ પડે છે, કોલસાની દલાલીમાંથી ડૂબવાથી બચે છે, કોલસાની દલાલીથી જવેરાતને ખાડે પરે, પણ સ્વને પણ હીરાને કાલસે કે કલસાને હીરે ન માને. તેમ આત્માના ગુણોનું વધારવું દુનીયાદારીના પદાર્થોથી વધારે, પણ