Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પાપ કરતા કરાવતા અનુદતા નથી તે પાપ શી રીતે લાગે? ત્રણેકર ત્રણ જગમાંથી એકે પાપ નથી. અહીં સામાયકમાં ને છૂટા બેઠેલામાં ત્રણે જોગ બંધ છે. એમાં ફરક શો ? બન્ને સરખા છે. કઈ દષ્ટિએ ? મનથી થાય તે બંધ છે. કરવુ કરાવવું અનુમેદવું. મન વચન કાયાથી થાય તે બંધ છે પણ મન વચન કાયા જે કરવાની નિવૃત્તિ, તે ન થાય તે પાપ છે. ત્રીકરણ જેગથી નિવૃત્તિ ન થાય તે પાપ છે. તમે ત્રણ કરણથી ત્રણ જેગથી થાય તે પાપ માન્યું પણ તેથી નિવૃત્તિ થાય તેને સામાયક કહેવાય. સામાયક લેવાની જરૂર એ અપેક્ષાએ મન વચન કાયાથી ત્રણ કટિથી પ્રતિજ્ઞા ન લેવાય તે પાપ. આ અધિકરણ સિદ્ધાંતથી જીવ છે, તેને અવિરતનું કર્મ લાગે છે. જીવને આઝષ સંવર બંધ નિર્જરા થાય છે. આ બધું સામાયક માનવાથી સાબીત થાય છે. માટે સામાયકથી આશ્રવ રોકાય છે ને સંવર થાય છે. એ વિગેરેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૬૮ મું સંવત ૧૮૯ શ્રાવણ વદી ૧૧ ને બુધવાર. સુરતબંધર
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્ય બતાવતા સામાયકને મુખ્ય સ્થાન કેમ આપ્યું? મનુષ્ય સ્વભાવને અનુસરી વિચારીએ તે દાન પૂજા એ કાર્યો પ્રથમ થાય છે. એ કાર્યો કરતાં આગળ ચઢે છે, ત્યારે જ સામાયિકનો વખત આવે છે. જે સામાયક સાધુપણાની બે ઘડીની વાનગરૂપે હેવાથી કઠિનતાવાળું છે. સમ્યકત્વ હોય તે જ અણુવ્રતાદિકનું ગ્રહણ કરાય તે ન્યાય છે. રેગ્ય છે તે પછી સમ્યકત્વ વગરના જે મદ્ય માંસ રાત્રિ ભેજનને હિંસાદિકને ત્યાગ કરે યાવત્ સામાયકપિષહ લઈને બેસે તેને બેટા જેવા જોઈએ. આ સૂત્ર હરિભદ્ર સૂરિનું છે તેમાં બે મત નથી. ગચ્છના ભેદ નિકલ્યા તેમ આ સૂત્ર નથી. ગરછના ભેદમાં થએલા આચાર્યો પ્રામાણિક હોય તે પણ ના કબૂલ કરવાને રસ્તે મલે, પણ હરિભદ્ર સૂરિમાં કઈ બેમત નથી. તે સર્વને માન્ય છે. તે હરિભદ્ર સૂરિ કહે છે કે સમ્યકત્વ હોય તે આણુવ્રતાદિકનું ગ્રહણ ન્યાય છે. હવે સમ્યકત્વને નિશ્ચય આપણા હાથમાં નથી. આત્મા અરૂપી એટલે સમ્યકત્વગુણ અરૂપી. તેને નિશ્ચય કરવાની તાકાત કેવલિ સિવાય બીજામાં નથી. મહાનુભાવ! એ અર્થ કર્યો તેમાં કાના માતરને