Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમે દ્ધારક-પ્રવચન-શ્રેણી
વિલેન્દ્રિયપણું અનાર્ય કુધર્મના સંસકાર હોવાથી લાભ કરી શકતું નથી, તે પણ કરનારાની જે ખામી છે. તે ખામીથી એ ધર્મ કરી શકતા નથી. સૂર્યની ખામી ન હતી પણ દેખનારની ખામી હતી. ધર્મ કરનારામાં જે સાધન જોઈએ તેની ખામી છે. દેખવાની ઇચ્છાવાળે ચક્ષુને કેટલી કીંમતી ગણે છે? તેમ અહીં શાસ્ત્રકારે તમારા મનુષ્યપણાને કિંમતી ગણે છે. મનુષ્યપણું ખરી રીતે કર્મ કચરાથી થએલું ભરેલું છે, છતાં શાસ્ત્રકાર તેને કીંમતી ગણે છે. શાથી આ મનુષ્યપણું વખાણ્યું? જેમ વસ્તુ દેખવાને અંગે ચક્ષુની પ્રથમ જરૂર તેમ ઘર્મ કરવાવાળાને પ્રથમ મનુષ્યપણુની જરૂર. મનુષ્યપણું વગરના જે ભવે તે આંધળીયા ખાતાના ભ, આંધળીયા ખાતામાં કેટલા ભવ ગયા? કઈ વખત દુખતી આંખે કલાક કે ચાર દહાડા બેસી રહ્યા ને કામ ન થાય તે કાયર થાય. આણે કેટલે વખત કાઢો ને કામ નથી થયું એ ધ્યાનમાં લીધું? જીવ બનાવવાના કારણે ક્યા?
આપણું મતમાં ઈશ્વર માનતા નથી. જગત પાંચ હજાર વરસ પહેલાં પેદા કર્યું હોય તે તેને પાંચ હજારને વિચાર કે આટલા વરસ ગયા. પણ આપણે જીવને અનાદિ માનનારા અને વારતવિક રીતે અનાદિ માન્યા વગર ચાલતું નથી. નવી ચીજ બને તેના કારણો જુદા હેયકારણ વગર કઈ ચીજ બનતી નથી. જીવને ચાહે ઈશ્વરે કે મહાદેવે કે વિષ્ણુએ બનાવ્યું હોય પણ તેના કારણે તે જોઈએને ? જીવ બનાવવાનું કારણ કયા ? ચેતના રૂપ કે અચેતના રૂપ? અચેતનાથી માને તે જીવ અજીવથી બને છે. જડથી જીવ બનેલ માનવે પડશે? કહે જીવને સર્વ આસ્તિકોએ અવિનાશી માન્ય છે. અવિનાશી હોવાથી કેઈએ પણ ઉત્પન્ન કર્યો નથી. જીવ અનાદિને નકકી થયે તે તે આ જીવને હિસાબ લ્યો કે, જે તું અનાદિને છે તે અત્યાર સુધી કર્યું શું? ઝાડ પૂરવ વરસના આયુષ્યવાળે આંધળે દી દેખવા ન પામે, તેમ આ જીવ અનાદિ કાળથી આંધળીયા ખાનારો ધરમ જોવા પામ્ય નથી. અનાદિ કાળ થયા છતાં તે તપાસવાની જરૂર પડી નથી. જેની જરૂર ન પડે તેને જેવા કેઈ મથતો નથી. આ જીવને અનાહિને આંધળીયા ખાતામાં ધર્મ અનંતી વખત મળી ગયો છે. પણ જરૂર ન જણાઈ અનંતી વખત ધરમને બારણે આ પણ એમને એમ ચાલ્યા.