Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૮ મું
વખતમાં આત્મા નહીં સુધારે તે કઈ વખતે આત્માને સુધારવાના?
અનંતા પુદ્ગલ પરાવર્તે આ સ્થિતિ મળી છે. અનંતા પુદ્ગલ પરાવનું આ પરિણામ છે. ધર્મનું વાસ્તવિક અથીપણું આવ્યું નથી
વિચારે ખેડૂત ખેતી કરે પિષણ કર, બે ચાર મહીનાની મહેનત કરે. કારતક મહીને એની મહેનત બગડી જાય તે જીવ ઉપર તેની મહેનત આવી. બે ચાર મહીનાની મહેનતમાં આ દશા તે અનંત કાળની મહેનતે આ મનુષ્યપણું વિગેરે સામગ્રી મળી તો અનંતા પુગલ પરાવર્તમાં અનંતી વખત ધર્મ કર્યો છે, પણ વાસ્તવિક અથપણું જોઈએ તે આવ્યું નથી. ઝવેરીના છોકરાને ઝવેરાત મલ્યું હોય પણ તેથી તે છેકરાને ઝવેરી તરીકે કોઈ નહિ ઓળખે. બે લાખનું ઝવેરાતનું ઘરેણું પહેર્યું હોય તે તેને ૨૦૦ રૂપીએ ચવને મેતીને દિ ણે બતાવવા નહીં આવે. ઝવેરાતની બુદ્ધિથી ઝવેરાત ધારણ કર્યું નથી. આ જીવ અનંતી વખત ધર્મ રૂપ ઝવેરાત ધારણ કરનાર થયો પણ કીંમત પારખતા આવડતી નથી. ધમને હથિયારની ઉપમા ન આપતાં રત્નની કેમ આપી?
શાસ્ત્રકારોએ ધર્મને ૨નની ઉપમા આપી છે. છરીની તરવારની બંદુકની ઉપમા ન આપી, હથિયાર પિતાની મેળે કાર્ય કરનારી ચીજો છે, અજ્ઞાનમાં પણ પિતાને પ્રભાવ પાડે છે ચપુ ન જાણે તેને ચપ્પ વાગે છે. હથિયાર અજ્ઞાનમાં પણ પોતાનું કાર્ય કરે છે. રત્ન અજ્ઞાનીમાં પગ પેસારો કરતું નથી, ઝવેરી હોય જગલમાં ભૂખ્યો થયો. જંગલમાં ભીલ મલ્ય હાય ને કહે કે આ આપું, લેટે પાણી લાવી દે. ૨• • રૂપીઆ ભીલ બાપ જન્મારે પણ પિદ નહીં કરે છતાં બે હજારનું નંગ આપે તે પણ તે લેતા નથી. નંગ સાચું છે, બે હજારનું છે. હવે પેલે ભીલ ઊંડું કરે છે, અજ્ઞાની છે, માટે કહે કે હથિયાર અજ્ઞાનીમાં અસર કરે છે, પણ હીરા કે રત્ન અજ્ઞાનીમાં અસર કરતા નથી. અહીં ધર્મ અજ્ઞાનમાં અસર કરનાર નથી. નહીંતર તરવારાદિકની ઉપમા દેત. ધર્મ ચીજ કેવળ સમજણમાં જ અસર કરનારી છે, તેથી ધર્મ રતન કહે છે. આ કીંમતી, આ વગર કીંમતી એ શું ? કઈ રાજા એ થાય કે બધાને ભાવ સરખા કરી નાખે, સેને ધૂળના એક સરખા ભાવ કરી