Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચને ૧૭ મું બીજી ઉપમા ન મળવાથી ધર્મને રત્નની ઉપમા આપી
બીજી ઉપમા ન મલવાથી રત્ન ઉપમા દઈએ છીએ. ખરેખર ધર્મ એ રત્ન નથી. જેથી અધિક બીજી ચીજ નથી, જેની ઉપમા અમે આપીએ તેથી હીન ઉપમાને દોષ લાગતો નથી. જ્યાં ઉત્તમ બીજી ચીજો ન હોય ત્યાં ઊંચામાં ઊંચી વસ્તુની ઉપમા દેવામાં આવે, ત્યાં હીન ઉપમા ગણાતી નથી. આથી હરિભદ્ર સૂરિજી કહે છે કે- પન કુદ્ધિ જે મનુષ્ય માર્ગમાં આવ્યો હોય શાસ્ત્ર સમજનારો થયો હોય તેની ધર્મમાં ધનની બુદ્ધિ થાય, એટલે શું? ધનમાં જેવી બુદ્ધિ છે તેવી બુદ્ધિ ધર્મમાં થવી જોઈએ. અર્થ દુઃખનું સાધન ગો તે પૈસા છાંડવાલાયક, અનર્થનું કારણ, તેવા પૈસાની ઉપમા કેમ દીધી? જગતમાં જેવી ધનમાં બુદ્ધિ છે તેવી બુદ્ધિ બીજી જગો પર નથી. તેથી અનુવાદ કરી કહીએ છીએ. તેથી હીન ઉપમા ગણાતી નથી. ધન સિવાય ઉપાદેય બુદ્ધિ બીજી જગાએ નથી. ધનામાં લાભને લાભ મુહિ રહી છે, એવી ધર્મમાં લાભ અને લેભની બુદ્ધિ થવી જોઈએ. આથી ધર્મને હીન ગ–એમ કહી શકાય નહિં. ૧૪ સ્વપ્નમાં ચંદ્રમાનું વર્ણન આવે છે ત્યાં જાણે દર્પણનું માંજેલું તળીયું. હવે ચંદ્ર અને આ ઉપમા કયાં? એક જ કારણું, દુનીયાના અનુભવમાં એક સરખો સપાટ ચકચક પદાર્થ, દર્પણના તળીયા સિવાય બીજો પદાર્થ નથી, માટે આ દર્પણના તળીયાની ઉપમા દેવાઈ. આથી હીન ઉપમા ન કહેવાય. નહીંતર હીન ઉપમા શેષ છે, પણ અધિક ઉપમા હોય અને હીન ઉપમાં દેવાય તે હીન ઉપમા કહેવાય. તીર્થંકર મહારાજને અંગે gs જી . જાનવરની ઉપથા તીર્થકરને દીધી. ગંધહસ્તી તે જાત તે જાનવરની ને? ત્રણ લોકના નાથને સીંહ અને હાથીની ઉપમા ઘો એને અર્થ શું? જાનવરપણે ભલે અધમ હે, પણ દુનીયાની કક્ષામાં સીંહનું શૌર્ય, હાથીનું શૌડીયે જે વખણાય છે, તેના જેવું બીજુ વખણાતું નથી હાથી સીંહ કરતાં અધિક હોય ને ઉપમા દીધી હોય તે હીન ઉપમા ગણાય. આથી સીંહની કે હાથીની ઉપમાં દેવામાં કોઈપણ પ્રકારે અચુકત નથી. ઉત્કૃષ્ટ ચીજ હીન હોય તો પણ ઉપમા તરીકે કામ લેવાય છે. તેથી ચંદ્રને દર્પણની ને ભગવાનને સીંહ-હાથીની ઉપમા અપાઈ. તેમ ધર્મને રત્નની ઉપમા અપાઈ નહીંતર ધમને ને રનને આકાશપાતાળ જેટલું અંતરૂ છે.