Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૧ મું
તે આ શાઅને કાને કેવી રીતે આવવા દેશે? તમારો અનાદિ કાળને પ્રયાસ કમાવું મેળવ્યું છે તે બધાથી વિરૂદ્ધ વાત છે, તે પણ કઈ વખનની? હજુ પ્રવૃત્તિ ત્યાંની ત્યાં છે. એ છોડી શકતા નથી. તે વિરૂદ્ધ તે પણ પૂરવ અને પશ્ચિમની વિરૂદ્ધતા. વિષય અને પરિગ્રહની વિમુખતા સાંભળી કેમ શકે? કહે કે પ્રકૃતિમાં તુચ્છતા નથી. ન્યાયધીશો ખૂનીના બચાવ કેમ સાંભળતા હશે?
દુનીયાદારીમાં જ્યાં ફોજદારી ખુનના પુરાવા હોય છે. લેહીવાળા કપડા રજુ થાય છે, મારતા પકડતા રજુ થાય છે. એ જગો પર મગજમાં ખુનને અંગે કઈ સ્થિતિ હોય ? એ મનુષ્ય ખુનીને બચાવ સાંભલી શકે છે, ન્યાયાધીશ બચાવ ન સાંભળવા માગે તેમ બનતું નથી, ખુનના સાધને સાંભળવા માટે જેટલી કેરી તેજારી ન રાખે, તે કરતાં બચાવના પુરાવા માટે સાંભળવાની તૈયારી રાખે છે. કહો કે સાક્ષાત્ પુરવાર થએલા કેસમાં ન્યાયાધીશને મગજ કાબુમાં રાખવું પડે છે. કેમ સંભળાતું હશે? કોરટે માનેલા સાચા ગણેલા કેસમાં કયે મગજ રાખતા હશે? જેને અંગે ખુનીના પણ પુરાવા લેવાય છે. અહીં પ્રકૃતિની ગંભીરતા રાખવી પડે છે. આપણે એક વિચાર બાંધી દઈએ, પ્રકૃતિની ગંભીરતા હેય તે પણ બચાવને બંધ કરે તે તેની ખામી છે. તમે પાંચ ઈદ્રિયના વિષયે ધન માલ કુટુંબ કબીલે એજ અમારે જીવન ડેરી છે, તેમ માને તેમાં વાંધો નથી. પણ આને બચાવ સાંભળવાનું કયારે થાય? જ્યારે પ્રકૃતિમાં તુરછતા ન હોય ત્યારે. જેવી રીતે આ પહેલા ગુણને અંગે કહું છું, તેમ ૨૧ ગુણે એકેએક તપાસીશું તે ધર્મ રત્નવાળાને આ ગુણની જરૂર છે, કદાચિત આ ગુણ વગર ધર્મ આવી ગયે તે નાકકટી બાઈને નાથ-નાસિક ભુષણ મળે તે શું કરવાની ? જેમ અનુપયોગી, તેમ ગુણમાં સ્થિર થયા નથી, વધ્યા નથી તેને કદાચ ધર્મ મળી ગયે તે ટકી નહીં શકે. આત્મા ગુણોનું સ્થાન બન્ય હેત તે ધર્મરત્ન ગુણ કરત. તેના તે વચને હોવા છતાં આપણે કેમ તરી શક્તા નથી?
પ્રાચીનકાળમાં એક વચનથી આત્માઓ તરી ગયા છે. આપણે સેંકડે વચને સાંભળીએ છીએ છતાં કશું પરિણામ આવતું નથી. આપણે તે જમાને ચાહે તેટલો ફરે તે પણ શાસ્ત્ર ફરે નહિં. જે