Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૫ મું
૧૩૩ વેચી કેસર સુખડ લાવીશ, પણ તું તૈયાર થજે કે જે માણું તે આપવું પડશે. હવે ગામ છેટું છે, માટે કથા કહે. તું કહે કે હું કહું? જે કહેતે તે સામો હુંકારે દે, તેમ ચિંતામણીને ભરવાડ કહે છે. ચિંતામણી હંકાર દેતે નથી તું હકારાતે દેતો નથી તે મારું ધાર્યું શું આપીશ? માટે વાણીઆએ ચિંતામણી કહ્યું તે બરાબર છે. ચિંતા એ જ મણી, ખરેખર તું ચિંતામણી છે. જ્યારથી મારા હાથમાં આવ્યું ત્યારથી ત્રણ દહાડા સુધી ભૂખે રહેવાનું, પ્રાણ કરતાં વહાલી બકરી પૂજા માટે વેચવાની, મારે કલાક પણ રાબ ઘેંસ વગર ન ચાલે તેને ત્રણ દિવસ ભુખ્યું રહેવાનું, માટે ચિંતા એજ મણી. જા મારા મેઢા આગળથી, મારી નજરમાં તું ન રહીશ. ફેંકી દીધું. જયદેવ રત્ન લઈ ચાલતો થયે.
તેમ શાસ્ત્રકારો કહે છે કે, આ જીવ અનાદિથી સુખ સુખના શાસ્ત્રમાં પડ, પેલે હીરાના વેપારમાં પડે , તેમ આ અનાદિ કાળથી બધાનું મુખ્ય સાધ્ય સુખ, તો જેમ જયદેવ આખા રત્નશાસ્ત્રને ઉથલાવે છે. તેમ આ જીવ જગતના તમામ સુખ સાધનને ઉથલાવે છે. અનાદિને કાળ કેવળ ઈન્દ્રિયનાં સુખ માટે જ ગયો છે. તમામ જ સુખની ઈરછા વાળા છે. સુખ સુખ કરતે ફરે છે. તેમાં તે જીવન ધર્મ શાસ્ત્રથી મોક્ષ સુખ માલમ પડયું. ધર્મ આવી ચીજ તેથી આવી રીતે મોક્ષમળે. ધરમ ત્યાગ સ્વરૂપ એટલે ઘરની બાયડીને પણ ન ગમે. બહારથી રમકડુ લાવે તે બાળકને, લુગડું લાવ તે બાયડીને, તેમ બધાને એ ગમે પણ ધરમની વાત આવે ત્યારે ત્યાગ કરવાને, આગળ વિષયને પરિગ્રહને ત્યાગ કરે, બધા ત્યાગમાં આવે તો અમારી જુદો રસ્તો લીધે. તમારા વિષય સુખના ભાગીદારે એ વિષય સુખનાભાગીદાર ત્યાગના ભાગીદાર બને શી રીતે પાલવે? ભાઈભાંડુ શામાં શાથી છે. વિષયની પ્રાપ્તિ તમને પ્રાપ્ત થાય તેના ભાગીદાર છે. એકલા નફાના ભાગીદાર અને મીયાભાઈના અદ્દા દાણુ
અરબસ્તાનની કંપનીમાં કેટલાક વગર જોખમીયા ભાગીદાર હોય છે. નુકશાનમ લેવા દેવા નહીં. નફામાં ભાગ ખરો, પણ એ ભાગીદારો પોતાની મહેનતે કમાવરાવે છે. આ ભાગીદાર એવા છે કે મિલકત તમારી
કે મહેનત તમે કરે મેળવે તમે, ને નફાના ભાગીદાર અમે. પણ તે ભાગીદાર કેવા? ખેડૂત ખેતર ખેડી રહ્યો છે. દાણું વાવે છે ત્યાં મીયા ભાઈ ગયા. કહું એ સુણ, એક દાણે લઈ બે ટુકડા કર્યા. અદ્ધા દાણા