Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ઉપર ભયે હેય, દસમું પુરૂં થવાની તૈયારી હોય તે પણ ઘાતિથી હર ન આવે. ભલે દશ પૂર્વ ભર્યું હોય. આ સ્થિતિ પિચાને આધીન નથી. દશ પૂર્વજૂન પહોંચેલાને આવા કારણે સમ્યકત્ત્વની ભજના હેય છે. આથી ઘાતિના પાપના ને અઘાતિના પા૫ના ફરકને મજે. ઘાતિને ઘાતક સમજે, જ્યારે ત્રીજી વિજ્ઞાનની ભૂમિકાએ આ તે વખતે આ વિભાગ ધ્યાનમાં આવે. તે ગાથામાં ગ્રંથ કર્તા કેવી રીતે વિવેચન કરી સમજાવશે તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૭૭ મું
ભાદરવા વદી ૨ બુધવાર શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ કરતાં આગળ ૨૧ ગુણ તેનું સ્વરૂપે કથા જધન્ય માધ્યમ ને ઉત્કૃષ્ટ ગુણે કેટલા, તે બધું જણાવી ગયા. તેથી માત્ર શ્રોતાને બે ભૂમિકા મલી. એક શ્રવણ અને જાણેલી ભાષામાં એના અર્થ કરેલા હોવાથી જ્ઞાન નામની બીજી ભૂમિકા પ્રાપ્ત થઈ. પણ તે શ્રવણ-જ્ઞાન નામની બે ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તેટલા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિનું પ્રથમ પગથીયું ત્રીજી ભૂમિકા છે. કંઈક ન્યૂન દશપૂર્વ સુધી ભણી જાય તે પણ તે બે ભૂમિકામાં રહે છે. ત્રીજીએ ગયે પણ ન હોય. આથી ત્રીજી ભૂમિકા ન હોય તે અર્થ ન કરશો. દશપૂર્વ ન્યૂન સુધી ગયેલ હોય તે પણ વખતે ત્રીજી ભૂમિકા પામ્યું પણ ન હોય, ત્રીજી ભૂમિકા લાયક આત્મા જધન્ય અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનમાં પણ પ્રાપ્ત કરે. તેથી અગીઆર મેં બારમેં ગુણઠાણે કેટલું જ્ઞાન હોય ? 'અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય. કેવળ જ્ઞાનના પ્રથમ ક્ષણે-આગલા સમયે કેવળ જ્ઞાન થવાનું છે, તેના પહેલા સમયે જધન્ય જ્ઞાન કેટલું? શાસ્ત્રકાર કહે છે કેઅષ્ટ પ્રવચન–માત્ર જ્ઞાન હોય તે બારમાના છેડા સુધી પહોંચે. આ સમજનારે એમ કેમ કહી શકે કે દશપૂર્વ પછી જ ત્રીજી ભૂમિકા હોય? આથી દશપૂર્વનું પહેલાનું જ્ઞાન હોય ત્યાં ત્રીજી ભૂમિકા હોય પણ ખરી ને ન પણ હોય. દશપૂર્વનું ન્યૂન જ્ઞાન તે અજ્ઞાન, દશપૂર્વથી ન્યૂનનું જે જ્ઞાન તે અજ્ઞાન, આચારાંગ ઠાણુગ સૂયગડાંગ જિનેશ્વરને ભાખેલા તેમની મર્યાદા પ્રમાણે ભણ્યા તેને અજ્ઞાન કવાય કેમ? સમ્યગ જ્ઞાન છે કે નહિ પણ તેને અજ્ઞાન કેમ કહેવાય ?