Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૮ મું દેવ પૂજાદિકમાં સામાયિકને ઉદેશ કેવી રીતે સચવાય?
પણ દેવ પૂજાદિકમાં સામાયકને ઉદ્દેશ કેવી રીતે બતાવી શકો છે? દેવપૂજા કરવાવાળાએ કયા ગુણની અપેક્ષાએ દેવનું પૂજન કરવાનું? જિનેશ્વરને ક ગુણ જેને લીધે આપણે પૂજા કરીએ છીએ, મુગટને લીધે હાર કુંડળને લીધે પૂજા કરતા હતે પ્રથમ માલદારની પૂજા કરે. એ ઉપરથી હાર મુગટ કુંડળ ચડાવશ્વાના નકામાં નથી. મને મોક્ષ માર્ગ બતાવ્યું, આખા જગતને મોક્ષમાર્ગ બતાવનાર હોય, માર્ગ પ્રગટ કરનાર હોય, માર્ગ વહેવડાવનાર ત્રીલેકના નાથ છે. તે સિવાય મેક્ષ માર્ગે દોરનાર બીજો કોઈ માએ જ નથી હવે તે માટે પૂજીએ તે પૂજા એક દલાલી થઈ. શાની? મેક્ષમાર્ગની, મેક્ષમાર્ગની કિંમત સમજીએ તે દલાલીની કિંમત, મોક્ષમાર્ગ ન સમજીએ તે આ પૂજાની કિંમત નથી. કયલાના વેપારમાં કોડની દલાલી ન હોય, જે દલાલીમાં દેરા બંધાવીએ, આરાધના કરીએ, ત૫ જપ કરીએ, તે મૂળ વસ્તુ કઈ? મૂળ માલ કર્યો ? પૂજાદિક તે દલાલી તે સંવર આશ્રવનો ત્યાગ, બંધ રેક, નિર્જરા આદરવી, આચારને ઉપદેશ, એ જ મોક્ષમાર્ગને ઉપદેશ, તે દલાલીમાં આ પૂજા છે. સાધુપણું લીધા પછી પૂજા કેમ નહિ? માલ દેવાઈ લેવાઈ જાય પછી આડતીયાને કોઈ કહેવા બેસતું નથી. આ માલને માટે જિનેશ્વરની પૂજા-અર્ચન, મંદીર કરવું અગર આરાધના કરવી, તે સામાયિક રૂપી મેક્ષ માર્ગની દલાલી છે. એમણે ધનને રસ્તા, બાયડી મેળવવાને રસ્તો બતાવ્યો હોય તેથી પૂજતા હોઈએ તેમ છે જ નહિં. એક જ મુદ્દાથી પૂજીએ છીએ કે મેક્ષનો માર્ગ બતાવવાને અંગે, દલાલીને અંગે પૂજા સ્નાત્ર વિલેપન કરવામાં આવે તે મૂળ માલની કિંમત કઈ? બતાવનાર તરીકે આટલું કરીએ તે માલ તરીકે વધારે કરવું જોઈએ. અહીં જિનેશ્વરની પૂજા સ્નાત્ર વિલેપન કરનાર સામાયિક તરફ જ ઉદેશ રાખે, માલ તરફ ન જોતાં દલાલીને હિસાબ કરે તે કે ગણ? ગાંડે. તેમ જે સંયમ ત્યાગ-સામાયિકને, મેક્ષમાર્ગને હિસાબ મગજમાં ન રાખે ને પૂજા પ્રભાવનાને હિસાબ રાખે તે માલને હિસાબ મગજમાંથી ખસી ગયેલ છે તેમ સમજવું. માટે દેવ પૂજાદિક દલાલી સમજી મોક્ષમાર્ગ સમજવું જોઈએ. હવે બ્રહ્મચર્ય તપસ્યા ને દાન,