Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૬ મું
જેટલું પણ કામ થતું નથી. લાખના વીસલાખ થાય તેવું હોય પણ દસ હજાના બે લાખ કરીએ તેટલું છે, પણ કયાં એ માલ હાથમાં છે? પારકે ઘેર માલ પડ છે. તેમ દેવ સ્વભાવને લીધે આખો માલ પારક ઘેર પડે છે. તેથી તેમને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી, અહીં દેવતામાં ભવનપતિ જાતિને કે સર્વાર્થસિદ્ધને દેવતા હોય પણ તે સૂતેલા મુસાફર જે છે, તેથી દેવકને મેક્ષમાર્ગમાં જતાં વિસામે ગણે છે, પણ જે આગળ મોક્ષમાર્ગમાં વૃદ્ધિ પામતા હોય તે માટે નિયમ કે નવ યેલ્યાયમની સ્થિતિ તોડી શકે. વધારેમાં વધારે નક, ઓછામાં ઓછા બે પલ્યોપમ તેડે તે દેશ વિરતિનું સ્ટેશન આવે. તે પછી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તેડી શકે એટલે સર્વવિરતિ સ્ટેશન આવે, સર્વવિરતિ આવ્યા પછી સંખ્યાતા સાગરેપમ તેડે પછી ઉપશમ શ્રેણિ આવે, તે કરતાં સંખ્યાતા સાગરોપમ તોડે તે ક્ષેપક શ્રેણિનું સ્ટેશન આવે. આ ગુણ ઉત્પત્તિમાં કમ છે. કર્મની સ્થિતિના આધારે આ કમ બતાવ્યો છે. આથી કેટલીક વખત ઘાંસ અને છાંણું બે સાથે બળે. સામાન્ય અગ્નિથી ઘાસ પ્રથમ, પછી છાણું બળે, પણ દાવા નળમાં બન્નેને સાથે ભડકો, તેમ તીવ્ર પરિણામ થવાથી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સાથે એક કાળે પણ બને થઈ જાય, પણ સામાન્ય રીતે આ સ્ટેશને કહેવાય. સમ્યકત્વ પછી દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ પછી ક્ષેપક શ્રેણિ. રેલ્વેના ટાઈમ ટેબલ વેચાતા લઈએ છીએ પણ આ શીતળ યંત્રના મુસાફર બનવા માગો છો ? ને ટાઈમ ટેબલ કયું તે ધ્યાનમાં પણ લેતા નથી. તે ઉત્પત્તિ કમ સામાન્ય રીતે પ્રથમ સમ્યકત્વ, પછી દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ, ક્ષપક શ્રેણિ તેમ કહી શકાય. તેમ છેક પહેલા પ્રભુ પૂજન પછી દાનમાં આવે પછી અનુક્રમે બીજા ધર્મકાર્યમાં જોડાય, પછી છેલે સામાયિકમાં આવે. સમ્યકત્વ વગર ગુણસ્થાન રૂપ દેશ-સર્વ-વિરતિ હેય નહિં
પણ ખુથારનું મન બાવળી, જતાં જતાં ઝાડ દેખ્યું કે આ ઝાડને પાટડે ઠીક થાય. કેનું ખેતર કે બાવળીયે તે કાંઈન જુએ અને આનું પાટડે વિગેરે ઠીક થાય. તેમ તમારું મન વિરતિમાં, તેથી વિરતિ વિરતિ કર્યા કરે છે. તમે સામાયકમાં રહેલા તેથી શ્રાવકને પણ સામાયક કહી દીધું. પણ મહાનુભાવ! સમ્યકત્વવાળાને સર્વવિરતિને ઉદ્દેશ ન હોય, દેશવિરનિનું કર્તવ્ય ન હોય તે સમ્યકત્વ છે જ