Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કહેવા પ્રમાણે સર્વજ્ઞપણું વર્તાવમાં નથી. શ્રધ્ધામાં રાખે તે જુદી વાત, સર્વજ્ઞ હોત તે સીતાને લેવા ન જવું હતું. મૃગલાને પકડવા જવું ન હતું. કહે વર્તનથી સર્વજ્ઞપણને છોટે પણ નથી. શ્રધ્ધામાં ખામી ન આવે તે લીલાને પડદે કરે. જેનું વર્તન સર્વજ્ઞપણાથી વિરૂદધ ન હોય તેને સર્વજ્ઞ શા માટે ન માનવા? હવે સર્વજ્ઞ જ ધર્મતત્વ તથા અધર્મ દેખાડી શકે એ વાત કબૂલ પણ સર્વજ્ઞ પણું એ તીર્થકરને ઘેર ઈજારે રાખેલ નથી. એક ચોવીસીની એપેક્ષાએ સર્વજ્ઞાપણું અસંખ્યાત જીવન હોય, તેમાં એકલા તીર્થકર ને કેમ કહે છે એટલા માટે જિણપન્નત્ત એટલું જ માત્ર નથી કહેતા. મહાવીર પન્નત્તો ધમ્મ કે બાષભ પન્નત્તો ધમે એવું કહેતા નથી. કેવળ જીનથી સામાન્ય કેવળી એમ બને અર્થ થાય, પણ કેવલિ કહિએ સુહાઓ અમે અહીં જિનેશ્વર કેવળીઓ કે બીજા કેવળીએ તે બધા એક જ રૂપે કહેનારા છે, તે તીર્થકરને આગળ કેમ કર્યા? તે કે પહેલ વહેલા ધર્મ અધર્મને કોઈ જાણતું ન હતું. તે પ્રથમ ધર્મ ઓળખાવનાર તીર્થકર મહારાજ તેને અનુસરી જેઓ ધર્મ અંગીકાર કરી કેવળજ્ઞાન પામ્યા, તેથી બીજાએ ધર્મ આદરી શક્યા. પણ પહેલા ધર્માધર્મને સ્પષ્ટ રૂપે જગતને દેખાડનાર હોય, લાવનાર હોય તે તે કેવળ તીર્થંકર મહારાજ છે. એવા તીર્થંકર મહારાજ શાના પ્રભાવે તીર્થકરપણે મેળવે છે? તે કે સામાયિકના પ્રભાવે જ. તીર્થંકર મહારાજાએ ધર્મઅધર્મની ઓળખાણ ને બંધ થઈ હોય તે ઓળખ શરૂ કરે. તીર્થંકરપણાની જડ સામાયિકની પ્રીતિ
| તીર્થકરપણાની જડ કઈ? સામાયકની ઉત્તમતા એ જ જડ છે. નહિંતર તીર્થકર થઈ શકત જ નહિં. કૃષ્ણ મહારાજ શ્રેણિક મહારાજ કેવી સ્થિતિના શ્રેણિક કે કૃષ્ણ સારી સ્ત્રી દેખે તે તમારી અપેક્ષાએ સકાઈ જનારા. સ્ત્રીઓ માટે કેટલા જોખમ ખેડયા છે. વિશાળ નગરોના રાજ્યમાં અભયકુમાર રહે. તેમાં રાજ્ય દરબાર નીચે સુરંગ ખોદાવનાર, જીવ કઈ સ્થિતિમાં રાખી સુરંગ ખોદાવતે હશે? જે જીવન જોખમ ઉપર ન જાય તે આમાંથી કશું બની શકે તેમ નથી? દાસીએ અથે ઘાલમેલ કરે તે અભયકુમાર સરખા જાહેર પુરૂષને વેપારીથઈ રહેવું, કાસીને તાબે કરવી, ચિત્રામણ મેકલવું ને કુંવરીને રાગી કરવી તે ક્યા જોખમે કરતે હો? શ્રેણિકનું લેહી એક ટીપું બળવું ન જોઈએ. શ્રી કુણનેકિમણી વિગેરે સ્ત્રીઓ માટે કેટલી ડાઈ કરવી પડી છે?