Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૪ મું
નથી. આ દાન-શીલાદિક માટે કહ્યું, પણ સામાયકમાં પ્રવર્તીના પણ સાયમાં ચૂકી જાય તે સાધ્યમાં પ્રવર્તવા છતાં સાધ્ય સિદ્ધિ કરી શકે નહિં. અભવ્ય સામાયિક લે છે, પાળે છે, અખંડ રાખે છે, છતાં મેક્ષ રૂપી સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. મેક્ષ એક નજીવી ચીજ, આઠ વખત ચારિત્ર આવ્યું હોય તો મોક્ષને આવવું જ પડે. આવી એક નજીવી સાધ્ય ચીજ, આ અપેક્ષાએ નજીવી કહું છું, પણ અભવ્યને સાધ્યને ઉદ્દેશ ન હોવાથી અથવા મિથ્યાવીને અગર ભવ્ય જીવને સાધ્ય ન હતું તે વખતે અનંતી વખત એવું ચારિત્ર પામે તે પણ ચોથું ગુણઠણું મળે નહિં, આ અપેક્ષાએ નજીવી ચીજ ગણાવી છે. નહીંતર બહાર જઈને કહેશે કે મહારાજ મોક્ષ નજીવી ચીજ કહેતા હતા. મોક્ષ સાધ્ય વગરનાં અનંત ચારિત્રો નિષ્ફળ ગયાં
કેઈ વખત દેશન કોડ પૂરવનું અવિરાધિત, કેમ કે વિરાધના વાલા ચારિત્રથી નવવેયક જવાતું નથી. જે ચારિત્ર મંદ કષાયનું શુકલ લેશ્યા સુધી પહોંચવા વાળું અખંડિત ચારિત્ર, આવું દેશોન કોડ પૂર્વ સુધીનું ચારિત્ર, જે ચારિત્ર નવ વરસની ઉંમરે મેક્ષ દેનાર. એક વર્ષના ચારિત્રથી મેક્ષ થઈ શકે, એક વર્ષના પર્યાયમાં જે મેક્ષ મેળવી શકાતે હને, તે સેંકડો હજારો લાખ દેશેન કોડ પૂરવના ચારિત્રે ન મેળવાયે, જે બાર મહિનાના ચારિત્રે મેક્ષ મેળવાય તે આવા ચારિત્ર પાલ્યા છતાં મેક્ષ ન મલ્યો તો સાધ્ય ચૂકી છે. તો અખંડ શુકલ લેશ્યા સુધી પહોંચવાવાળું ચારિત્ર તેવા અનંતા ચારિત્ર તે બાર મહિને નાના ચારિત્ર જેવું કામ કરતા નથી. જે સાધ્યવાળું ચારિત્ર બાર મહિનામાં કામ કરી દે તે અનંતા ચારિત્ર સાધ્ય વગર કામ ન કરી દે. હોકાયંત્રની સેય ભાંગી ગયા પછી સ્ટીમર ખૂબ દડે તેમાં પરિણામ શું? રખડે. તેમ સાધ્યવગરનું શુકલ લેફ્સાવાળું ચારિત્ર હોવા છતાં સાધ્ય ન હોવાથી સિદ્ધિ ન થઈ. તે દાન શીયલ તપ પૂજા પ્રભાવનામાં સાધ્યનું લક્ષ્ય ન હોય તે સિદ્ધિ થાય શી રીતે ? માટે સાધ્યનું લક્ષ રહે તે હેતુએ મુખ્યને કહેવાની પહેલી જરૂર ગણી. જેમ શમાદિક પાંચ લક્ષણેમાં આસ્તિયને છેલ્લું મૂકયું. આસ્તિકય પ્રથમ ઉત્પન્ન થનાર. પછી જ અનુકંપા નિર્વેદ સવેગ તથા શમ હોય. છતાં આસ્તિકય અનુકંપા નિર્વેદ સંવેગ શમ અનુક્રમ ન રાખ્યો. સાધ્ય એક એકના હોવા જોઈએ. અર્થાત્ આસ્તિક્ય વિચારે તે દયાનું લક્ષ્ય રાખી વિચારજે,