Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૫ સું
આપે. ઘરનું ભાન નથી તે જ કદલી કાઢી આપે તેમ દેવલોકનાં સુખ તે પણ બરફી. આત્માના ગુણે કદલી છે, તો કદલી આપી બરફી લેવાનું કોણ પસંદ કરે ? તેમ દેવલોક કોણ ઈ છે? જેને મેક્ષને આત્માને
ખ્યાલ છે તે સ્વપ્નમાં પણ દેવલોક ઈચછે નહિં. જે વખતે કેવળનું સંઘયણ નથી તે વખતે ચારિત્ર આરાધનારા દેવકે જવાના, પણ અમે દેવલોકની ઈરછાને નિષેધ કરીએ છીએ. દેવલોક વિસામો છે. ઇંદેર એક દહાડે ન પહોંચે તેણે વચમાં વિસામે લેવું પડે, પણ સવાર પડે તે મુસાફરી શરૂ થાય. વિસામાવાળાને ચાલ્યો એટલું ચાલવાનું નથી. જેટલી આરાધના પહેલા કરી હોય તેથી બીજા ભવમાં વધારે આરાધના શરૂ થાય. પહેલા ભવનું આરાધન બાળપણમાં આવીને મળે. પહેલાંના ગએલા માઈલ નવા ચાલવાના ન હોય. જે દેવક જાય ને મોક્ષ પ્રયાણવાલા હોય તેને ત્યાંથી આગળ ચાલવાનું હોય. તિરસ્કારથી બોલાએલ દીક્ષા શબ્દ સવળ કને પડયો?
વજવામી જન્મ સાથે કેમ પ્રતિબંધ પામ્યા? એક જ શબ્દથી, બીજા બધા શબ્દ ઉલટા પ્રતિકૂળ છે. ભવાભિનંદી જેવા જ એકઠા થએલા હોય. અહો એના બાપે દીક્ષા ન લીધી હોત તે કે ઓચ્છવ મહાઅછવ થતે, એવી વાતમાં આવેલ દીક્ષા શબ્દ; દીક્ષાની સુંદરતામાં શબ્દ નથી બોલાયે, કહે દીક્ષાના ધિક્કારમાં શબ્દ આવ્ય છે. ઓચછના રંગે ચંગ ઉડાવવા માટે વિદનભૂત દીક્ષા શબ્દ સાંભળી વજીસ્વામીને કેમ ટ્રા ? કહો નવી મુસાફરી શરૂ થાય છે. પહેલાની ચાલેલી હવે નથી ચાલવાની, અહીં જંકશન થયું. તે દિવસનું જમેલું બરચું દીક્ષા શબ્દમાં લીન થાય છે. એ દીક્ષામાં લીન થયો ત્યારે જાતિસ્મરણ થયું. મારે દીક્ષા લેવી એ નિશ્ચય કર્યો, કહે બરચું અજ્ઞાન છે પણ અજ્ઞાનતા નથી. ભવાંતરના જાતિસ્મરણવાળું છે. હજએ દામાં પડયું નથી, દીક્ષાના પરિણામ બધાના થાય છે. અંતઃકરણથી વ્યાખ્યાન સાંભળનારો અંત:કરણથી દીક્ષા લેવાના વિચારવાળો હોય છે. પણ લઈએ તે ખરા પણ ત્યાં બાયડી છોકરા મીલક્તનું શું થાય? તે વિચારે ચારિત્રના પરિણામને સાફ કરી નાખે છે. વાસ્વામીને જન્મતા સાથે બધા વિચાર ન હતા. દીક્ષા ખરાબ છે. એમ કઈ કહેતું નથી, મોક્ષને રહે-કલ્યાણ બધા માને છે, પણ ઉત્સાહ થાય તે સાથે પરિણામ ભંગ