Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી પ્રાપ્તિને ગણીને અર્થપત્તિથી ભલે વિધાન થાય, પણ સ ક્ષાત વિધાન ન થયું ને? તે માટે ધર્મદાસ ગણી કહે છે કે, એક દિવસ પણ જે મનુષ્ય દિક્ષા પાળે, દિક્ષા સિવાય બીજી સ્થિતિમાં જેનું મન ન હોય, તે ઘણે ભાગે પરિણામની ધારા ચડતી હોવાથી મેક્ષ પામી જાય. કદાચ કર્મની તીવ્રતાથી મેક્ષ ન પામે પણ વૈમાનિક તે જરૂર થવાને. જે ચારિત્રને અંગે વૈમાનિકનું વિધાન કરે તે સમ્યગ દર્શનમાં શું અડચણ આવી? પહેલાના તપ સંજમને લીધે દેવલેકમાં ઉપજે છે. બીજુ સરાગ સંયમ સંયમસંયમ અકામ નિર્જરાથી પણ દેવલેકમાં ઉપજે છે. એમ દેવતાના આયુષ્યના આશ્રવ જણાવ્યા, ત્યાં સરાગ સંયમ, દેશ વિરાતિ, બાળતપસ્યા તે દેવતાના આશ્રવનાં આયુષ્યના દ્વાર છે. આથી સંયમ તે દેવતાના આયુષ્યનું કારણ. વૈમાનિકનું આયુષ્ય બાંધવું તેમાં સમ્યકત્વ કારણ. તે સંયમ અને સમ્યકત્વ બને કારણે મૂકવા? કારણ કે એ પુણ્ય પ્રકૃતિના કારણ. જે પુન્ય પ્રકૃતિ બંધનું કારણ હોય તે છેડી દેવું તે તરીકે વિધાન કરે તે સામાન્ય સાધુપણું, સરાગ સંયમ બધા છોડી દેવા જોઈએ, પણ પુણ્ય બંધના કારણે તરીકે છોડવાનું જણાવ્યું નથી. જે સમ્યકત્વ વૈમાનિક, સરાગ સંયમાદિ દેવકનું આયુષ્ય બંધાવનાર તે આ બધાને આશ્રય ગણવા કે સંવર ગણવા? ભલે શુભ બ ધ કરાવે તે પણ બંધ કરાવે અને બંધ આશ્રવ થયા વગર થાય નહિં આવવાના કારણ તે આશ્રવ આત્મા સાથે બંધાવું તે બંધ, માટે સંવરના ભેદમાં સંજમ લેવાનું ન રહ્યું. હવે તપ સંજમ સમ્યકત્વ બધા આશ્રવ અને બંધમાં નાખવાના રહ્યા. લગીર આગળ ચાલ. કર્મોને રસ અને સ્થિતિ કેના આધારે !
પ્રથમ કર્મનાં દળીયાને લે છે કે ગ. સામાન્ય રીતે કહીએ છીએ કે એગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ. આ સમ્યકત્વ સામાયક સંયમ દેશ વિરાતિ બધા અશુભતા થવા દેતા નથી. જે આત્મામાં કર્મો આવ્યા પછી મિથ્યાત્વથી અશુભતા થતી હોય અવિરતિને લીધે અસંયમને લીધે અશુભતા થતી હોય, તે અશુભતા થવા દે નહિં. એ અશુભતા ન થવા દે તે રૂપે સંવર કહેવામાં કેઈપણ જાતની અડચણ નથી. તેમજ પરિણામે થતી નિર્જરાને લાયકના જે પરિણામ તે પરિ. ણામ શુભ હોય, અશુભ ન હોય તે સ્વાભાવિક છે. શુભ પરિણામ વખત આવેલા પદાર્થો શુભ પરિણામે વધારેમાં વધારે બંધ હોય તે કેવળીને,