Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૫૮
પ્રવચન ૧૪૯ મું
સમકિતીની માન્યતા કયાં આવી ? જેટલા પચ્ચકખાણુ ન થાય તેટલું પાપ. વિરતિ ન થાય તે પાપ. પેાતે પ્રવૃત્તિ કરેા અગર ન કરો, ન બગાડો પણ વિરતિ ન ત્યાં સુધી પાપ જ માનું છું. આ સિદ્ધાંત જગતમાં જાહેર કરવા તે કેટલા મુશ્કેલ ? વધારે હિંસા મમતા ક્રેધ ચારી કરશે તે પાપ લાગે એ તે મિથ્યાત્વીએ પણ મેલે છે. હિંસાદિક પાંચ પાપ છેડવા એ તે બધા મતે માને છે, પણ જૈનદર્શનમાં જુદી ઇંદ્ર બ ંધાય છે. હિંસાદિકની પ્રવૃત્તિ ન કરે, પરિણતિ ન કરે, તેા પણ પાપ લાગે. સમકિતષ્ટિપણું અહીં છે, અવિરતિમાં પાપ માનતા થાય. હિંસા કરીએ, જૂઠ ખેાલીએ, ચેરી કરીએ, એમાં પાપ બધા માને છે. એની વિરતિ ન થાય તે પાપ. ચાહે હિંસાદિક થાવ કે ન થાવ પણ તેને અંધ ન કરુ તેજ પાપ છે. મનુષ્ય પાતાની સ્થિતિને સમજે, મારી એક તસુવાર જમીન જાય તેા મારી નાલાયકી, કેસરીયા કરું, તેમ અહીં આત્મા એ સમજે કે મારી આ જમીન-વિરતપણું નથી આવતું તે જાય છે. શુદ્ધ દેવને માનવા છે? જો માનવા હાય તા પ્રથમ કક્કો આજ છે. અવિરતિમાં પાપ છે. કષાયનું પાપ આગળ મેથ્યુ. પહેલા દક્કામાં અવિરતિનું પાપ જણાવ્યું. દેવ સુદેવ જિનેશ્વર માનવા છે પણ તેમણે અવિરતિનું પાપ કહ્યું તે મારે ગણકારવું નથી. હિંસાદિક કરવાથી પાપ તે બીજા પણ કહે છે. વગર કર્યા, વગર ચિતવ્યા પણ વિરતિ ન કરીએ ત્યાં સુધી પાપ લાગે છે, ત્યારેજ સમ્યગ્દર્શનની ઇંટ મ`ડાઈ. આખા જગતમાં મિથ્યાદર્શન કહા અને અહીં સમ્યગ્દર્શન કહેા તે અહીં શીગડું... ઉગ્યું છે? હા. અહીંજ શીંગડું... ઉગ્યું છે. આત્માને પાપ ન કરે તે પણ પાપ લાગે, અવિરત હાય તે. આ જેને રુચે તે જૈન મત માનનારા. અવિરતિના પાપે નિગેાદ અનાદિકાળથી ભરાઈ રહી છે, નહીતર નિગેાદમાં શું જોઈને ત્યાં પડી હ્યા છે? તેમને હિંસાદિક કરવાના નથી, તે શાથી અનાદિકાળથી એકેન્દ્રિયપણામાંથી નથી નીકળતા ? એ પાપ ન કરવા છતાં, વિરતિ ન હૈાવાથી અવિતિનું પાપ મધાય છે ને ભોગવે છે. જિનેશ્વરે શાસન કયું સ્થાપ્યું? આજ શાસન કે વિરતિ ન કરે તે પાપ ન કરવાવાળા છતાં પણ પાપને ભાગીદાર થાય. ખરેખર સ્થાપવાનું કર્યું હતું ? હિંસા જૂઠાદિકની પ્રવૃત્તિ રોકવા પચ્ચકખાણુ પરિવ્રુતિ ન કરે, તેનાં પચ્ચક્ખાણ ન કરે તે પણ પાપના ભાગીદાર છે. જેટલી વિતિ ન થાય તેટલું પાપ છે. પાપનું કાર્ય