Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૮૦
પ્રવચન ઉપર મું
કેમ રાખે છે? તેમ સામાયિકમાં પણ બે ઘડી ટાઈમ હૈ જોઈએ. વાષિક મહિનાના નિયમ હોય તેને ગણતરી કરવી પડે. સામાયિકનું ટાઈમનું વિવેચન (અસંબંધવાળું) મૂળપાઠ જાવ સાહુ પજજુવાસામિ. આથી સામાયિકનું મુખ્ય સ્થાન સાધુ, સાધુનું મુખ્ય સ્થાન, ત્યાં જ સામાયિકનું મૂળ સ્થાન. આને અર્થ એ નહિં કે સાધુ ન હોય તે સામાયિક ન કરે–એમ નહીં, પણ મુખ્ય સ્થાન સાધુ એટલે સાધુ સમીપે સામાયિક. બીજે ન થાય તે તરીકે આ કથન નથી, પણ મુખ્ય સ્થાન સાધુની પાસે. થાવત્ સાધુની સેવા કરું. રાવ નિવમં બસ હતું વચમાં ૫જુવાસામિ એ ક્રિયાપદની જરૂર ન હતી. રેલવે વિગેરે વાહનમાં સામાયિક-પ્રતિક્રમણ ન કરાય
સમm a બલવું છે ને તેલમાં સામાયિક કરવું છે તે શી રીતે? સામાયિક વગર પ્રતિકમણુ થઈ ન શકે. સામાયિક ન લીધું તે પડિકમણાને નિયમ ત્રટી ગયે. બાકીના કરેમિ ભંતે જે પ્રતિક્રમણમાં આવે છે તે અનુવાદરૂપ છે. નહિંતર આયરિય ઉવજઝાએ પછીના કરેમિ ભંતેથી બે ઘડી ગણવી પડે. બીજે કંઈ છૂટે વહેરાવવાનું કહે તે સામાયિકવાળે વહેરાવી શકે, પિતે ન વહેરાવે. છુટાવાળો કહે કે વહેરાવે તે સામાયિક પૌષધવાળો વહેરાવી શકે. કુંડળ માટે જાચના કરવી છે. માટે વહેરાવવા માટે જાચના વગર ન ચાલે, કારણ કે અત્યારે એ માલીક નથી. સામાયિક ૪૮ મીનીટ પહેલાં પરાય નહિં આટલો જ નિયમ. એક સામાયિકમાં અર્ધો કલાક થશે પછી ફેર સામાયિક લેવામાં અડચણ નથી, પણ લીધા પછી ૪૮ મીનીટ જોઈએ જ. પણ એ સામાયિક બે ન ગણાય. મૂળ મુદ્દો એ હતું કે સામાયિકની મુખ્ય કર્તવ્યતા સાધુ સમક્ષ. તેથી પજુવાસામિ આ પાઠ, નહિંતર જાવ નિયમ વિગેરે પાઠ છે પણ જાવ સાહુ હતું. સાધુને અંગે પર્ય પાસને છે. સ્થાપનાને અંગે પર્ય પાસના છે. પર્ય પાસના કેની હોય ? પર્યાપાસના શબ્દથી સાક્ષાત્ ગુરુ હોવા જોઈએ, નહિંતર પ્રતિબિંબ હોવું જોઈએ. જુવા િવણા ઈતિ શાસ્ત્રવચનાત્ ગુરુ ન હેય તે તે વખતે સ્થાપના કરવી જોઈએ. ગુરને વિરહ હોય તે સ્થાપના કરવી જ જોઈએ. ગુરુ વિદ્યમાન હોય તે પણ સ્થાપના થઈ શકે છે. મહાવીર મહારાજ સમોસરણમાં બેઠા હતા ત્યારે પૂર્વ દિશા સન્મુખ તો ખુદ પોતે બિરાજમાન હતા, પણ બીજી ત્રણ દિશાઓમાં તેમના રૂપની સ્થાપના હતી કે નહિં? ગુરુવિરહે જ સ્થાપના આ નિયમ નથી. અછતી