Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
નાને દાભડે કિંમતી છે, તેમાં નવું બનાવેલું ચૂરણ મેલ્યું. દાભડા પર લખેલું કે આ ચૂરણ સુયા પછી જે કાચું પાણી પીશે. અગર વાયર ખાશે ને અગ્નિએ તાપશે તથા પથારીમાં સુશે, વળી વિષયમાં જશે. સાધુને અનુચિત ક્રિયા કરશે તે તત્કાલ મરી જશે એમ દાભડા પર લખ્યું. આ બાજુ ચાણકયે અણસણ કર્યું. રાજા પાછળથી માલમ પડવાથી ઘણું કરગર્યો, પણ છેડયું એ છેડછું. સુબંધુએ ચાણકયની ભક્તિની વિનંતી કરી. ખુશીથી કરો તેમ કહ્યું. પિલે ચાણક્યની ભક્તિ કરે છે. હવે ધૂપ-ધાણામાંથી એક અંગારે નીચે નાખે.
ચાણક્યની અંતિમ સાધના
જ્યાં ચાણકયે અણસણું કર્યું તે જગો પર બકરીની લીંડીઓ છે, તે ઉપર અંગારો નાખે. અંગારે અહીં પડે એટલે સળગતે સળગતે ચાણક્ય પાસે જાય. આ જગ પર ચાણકયે આરાધના શી રીતે કરી હશે? જે રાજ્ય જમાવવા માટે આખા દેશમાં ભટકેલે, રાજાને જીવાડવા માટે જેણે પ્રપંચ કરેલા તે રાજ્યમથી પગ દંડે નીકળી જાય છે. તેટલું જ નહિ પણ અંત અવસ્થાએ જીવતા લીંડીની ભઠ્ઠીમાં બળે છે તે વખતે પરિણામ કેવી રીતે રાખી શક્ય હશે ? એ લીંડીને ઢગલે સળગે છે. જાણી જોઈને સળગાવ્યો છે ત્યાંથી ખસ નથી. તેમ પરિણામની ખરાબી પણ નથી. આ પરિણતિ કઈ દશાની? એક બાજુ ઉપગાર ને એક બાજુ આ દશા, તેમાં સમતા ભાવ શી રીતે રાખ્યું હશે તે આત્માની સ્થિતિ તપાસ. રાજ્યથી નિકળી જાય છે, અદ્ધિ વેડફી નાંખે છે. અણસણું કર્યું, લીંડીના ઢગલામાં બળવાનું કેમ સહન થયું હશે? અહીં દુકરતા કેવી છે તે માલમ પડશે. એક વખતને બિંબતરિત રાજા રાજગુરૂ, ચંદ્રગુપ્ત ચાણક્યને ગુરૂ જ માનતે, બિન્દુસાર પણ ગુરૂ માનતે, રાજ્યને ઉત્પાદક, એ આ દિશામાં આવ્યા હશે તે વખતે સમતા કેટલી દૃષ્ટિએ રાખી શકો હશે? આવી મુશ્કેલીમાં મહાનુભાવ ચાણકયે સમતા ધારણ કરી રાખી તેથી–પયન્નામાં ચાણકયની આરાધના વખણાઈ. આવી સ્થિતિમાં પણ જેણે સમતા નથી છોડી પીળું તે સેનું ને પીત્તળ બને દેખાય છે પણ અગ્નિના પ્રસંગમાં રહી વધારે ચમકે તે જ સેનું. બાકી ચમક્યા કરે અને અગ્નિના પ્રસંગમાં કાળા પડે તે પીત્તલ, તેમ ધર્મની ક્રિયા હંમેશા કરીએ પણ આપત્તિને