Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૫૮ મું ધર્મ દ્વારાએ જ તારનારા છે. તે ધર્મ જ દુર્ગતિથી રક્ષણ કરનાર છે. સદ્ગતિ જે દેવતાની મનુષ્યની ભગતિ, છેવટમાં મેક્ષ નામની ગતિ આપનાર હોય તે તે કેવળ ધર્મ જ છે. તે ધર્મ આપણે ગુણ થકી જા. ફળથી પિછાણ્યો. જ્યાં સુધી ભવિષ્યનું ફળ જાણ્યા છતાં પ્રકારે જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રયત્ન સફળ ન થાય. સેનાની સ્થિતિ માલમ નથી તેને સેનું ઘણું કિંમતી છે એમ ગોખવામાં આવે તે કશું વળે નહિં. તેમ ધર્મની જાતે સ્વરૂપ સમજાવવામાં આવે નહિં, ત્યાં સુધી પ્રયત્ન ફળીભૂત થાય નહિં. ધર્મની જાતે જાણવાની જરૂર છે. માતાને પક્ષ જાતિ ને પીતાને પક્ષ કુલ ગણાય, તેમ મનુષ્ય અને જાનવરને જાતિને વિભાગ હોય તેમાં નવાઈ નથી. ધર્મ ચીજ જે અમૂર્ત ચીજ તેની અંદર જાતે કયાંથી પાડી? વાત ખરી મહાનુભાવ! હીરા મોતીમાં જાતે કહે છે કે નહિ? શું એના માબાપ છે ? ના નથી છતાં તેમાં જાત પડવાની જરુર પડે છે. પરસ્પર જુદા જુદા સ્વરૂપમાં રહ્યા છતાં એક ગુણવાળા હોય તે જાતે પાડવાની જરુર પડે છે. એક સરખા ગુણને ધારણ કરનારી પરસ્પર જુદા કારણે થતા હોય તે જાત પાડવી પડે તે માટે ધર્મની ચાર જાતે બતાવી. દાન-શીલ-તપ-ભાવ. જેને ધર્મના પ્રકાર અગર જાત કહે છે. હવે ચાર જાતેમાં પહેલી જાતમાં પિટા જાત છે. તમે મેતીને અંગે કેઈ અરબસ્તાનનું કેઈ જાપાનનું કોઈ જામનગરનું એમ જુદી જુદી પેટા જાતિઓ બતાવે છે. તમે અહીં મુખ્ય જાતિ કહી છતાં દાનમાં પેટા જાતિ તરીકે ત્રણ જાત રાખી. પહેલાં જ્ઞાનદાન, બીજુ અભય દાન, ને ત્રીજુ' ધર્મોપગ્રહ દાન, ધર્મની મૂળ ચાર જાતે છે. તેમાં દાન પહેલી જાત.
જ્ઞાન દાનના પ્રકારે
તે દાનની ત્રણ જાતિમાં પહેલી જાતિ કઈ ? તે કે પહેલી જ્ઞાન દાનની જાતિ. કારણ એક જ ભુલેલા આત્માને ખોવાઈ ગએલા આત્મા જે મેળવી આપનાર હોય તે તે જ્ઞાન જ છે. વાએલા હીરા મેતી ચીજને જેમ ધુળમાંથી લેવી હોય તો મદદ કણ કરે ? અજવાળું અગર દીવે, જે દી ન હોય તો ધૂળમાં ખોવાએલો હીરો મેતી એ મેળવી શકીએ નહિં. તે કાંકરામાં ખાવાએલું કયારે મળે? ધુળમાંથી હવા