Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
લાથી ચાળી લઈએ તે મળી જાય પણ કાંકરામાં અજવાળા સિવાય મળે નહિં. તેમ આ આત્મા વિષયાદિ રહિત હોય તે તરવું સહેલું પડતે, પણ જન્મથી વિષય કષાય આરંભાદિકમાં ગુંગળાઈ જાય છે. બાળકને રૂપીઆનું જ્ઞાન હોતું નથી, પણ જે તેના હાથમાં આવે તે પછી છોડવો મુશ્કેલ છે. આમ જન્મથી મમતાથી કેળવાએલે છે. ઝેરના કીડાઓને સાકરમાં મૂકે તે તરફડીયા મારે. ઝેરમાં મૂકે તે મેજમાં. એવી રીતે આ જીવ જન્મથી મમતામાં વિષયમાં કેળવાએલે છે. કડવું આપે તે થુંકી નાખે છે. ગળ્યું આપે તે ખાઈ જાય છે. તે કયા માબાપે શીખવ્યું કે ગળ્યું ગળી જજે ને કડવું કાઢી નાંખજે તેમ આ જીવ વિષયમાં મમતા રાખનારે તેને મમતા છેડવાના વખતે ઝેરને કીડે સાકરમાં નાંખે તે જેમ તરફડિયા મારે, તેમ આ જીવ મમતા ત્યાગ વખતે તરફડીયા મારે છે. કેરી કીડે બીજાની સાકરની નિંદા કરતા નથી. પિતે સાકર મળે તે તરફડીયા મારે છે. બીજાને સાકર મળી હોય તેની એ વિચાર કરતા નથી. આપણે આપણામાં અને બીજે મમત્વ ભાવ છોડતે હોય ત્યાં પણ તરફડીયા મારીએ છીએ. આપણે દષ્ટિવિષ સ૫. સાકર દેખી તરફડીયા મારે છે. એટલું જ નહિ પણ મમતા વિષય આરંભ પરિગ્રહને ત્યાગ દેખતા તરફડીયા મારતા નથી, પણ સાંભળીને પણ તરફડીયા મારીએ છીએ. દ્રષ્ટિવિષ ને ત્વચાવિષ સાંભળ્યા છે, પણ આપણે તે કાને કેઈને ત્યાગ સાંભવળીએ તે પણ તરફડીયા મારીએ છીએ. આ શાથી? જ્ઞાનદાન કોને કહેવાય?
એક જ કારણથી, આપણે ધર્મના સ્વરૂપને ધર્મના ગુણને હજુ સમજ્યા નથી. માટે શાસ્ત્રકારને પ્રથમ ભેદ જ્ઞાનદાન કહેવો પડ્યો. જ્ઞાનદાન થયું હોય, ધર્મનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેને અજ્ઞાની સમજજ્ઞાનદાનના શબ્દથી ભેળાશે નહિં. દુધ શબ્દ ભેળવાઈ આંકડાનું કે થેરીયાનું દુધ ન પીવાય, તેમ ચતુરાઈ આપવી પેટલાદ પુરીનું શીક્ષણ આપવું તે જ્ઞાનદાન કહેવાય તે ચારો પણ ચેર વિદ્યામાં બરાબર કેળવે છે. પિતાના બચ્ચાંને પોતાના ધંધામાં કે કેળવતું નથી? તે તે જ્ઞાનદાતાને કલ્યાણકાર કહેવા જોઈએ? આ ઉપરથી જ્ઞાનદાન કયું? તે સમજવાની જરૂર છે. જે ધર્મને ન જાણનાર