Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૮૮
પ્રવચન ૧૫૪ મું
અને અભ્યંતર શરીરની મમતાના ત્યાગ કરવા માટે છે. આ નવ મૃત્યુમાં દાન કૃત્ય આઠમા નખરે મેલ્યું છે, તે કરતાં પહેલા નંબરે લાવા તે માટે પહેલાં દાન કહી પછી સામાયિક કહેવું જોઇએ, પણ દાન કહેતાં સ ત્યાગના ઉદ્દેશ ન રહે, તે લક્ષ્મી રાખવાનું અનુમાદન થઈ જાય, માટે દાનમાં વપરાતી વસ્તુ તેના મમત્વની અનુમાદના ન થવી જોઇએ. તે માટે પહેલાં સામાયિક ખતાવ્યું. આત્માની મલિનતા ટાળી નિર્માંળતા કરનાર સામાયિક જ છે. હુવે સામાયિકથી આત્મા કેવી રીતે નિર્મળ થાય છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૪ મુ
શ્રાવણુ સુદી ૯ । સેામવાર
દેવ, ગુરુ અને ધર્મને સાટીથી પરીક્ષા કરી માનનાર હાય તા માત્ર જૈના જ છે
શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે આ સંસારમાં આત્માને દુતિથી બચાવનાર ને સદ્ગતિ સમર્પણુ કરનાર પદાથ એક જ છે ને તે ધર્મ જ છે. એટલું જ નહિ' પણ વાસ્તવિક રીતે જૈનીએ માન્ય કરે છે તેમ દેવ-ગુરુની માન્યતા ધર્મની સિદ્ધિને અનુસરીને જ છે. બીજામાં ધમની સિદ્ધિ દેવ-ગુરુને અનુસરીને એટલે દેવે કહ્યો તે ધર્મ. ગુરુએ આચર્ચા તે ધમ ના રક્ષા થઈ: ઈશ્વર ન માનતાં વેદને માનનારા, શાસ્ત્રમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું તે ધમ. શ્રુતિ-સ્મૃતિમાં જણાવેલે તે ધ. ધ્રુવે કહેલા તે જ ધર્મ. ગુરુએ આચારેલા તે જ ધર્મ. બીજાએ ધર્મ દ્વારાએ દેવ ગુરુની ઉત્તમતા ન લેતાં ધર્મને જ દેવ, ગુરુદ્વારાએ લે છે. જ્યારે જૈન દેવને પશુ પરીક્ષામાં ઉતારે છે. કાઇપણ દેવનું પરીક્ષા કરવાનું વિધાન હોય તે જૈનમતમાં જ. કાઈપણ મતમાં ઈશ્વરની પરીક્ષાનું વિધાન નથી. શ્રુતિ-સ્મૃતિ-કુશન-માઈબલમાં કાઇપણ જગા પર ઈશ્વરની પરીક્ષા કરવાનું વિધાન છે ? તે ઇશ્વરને સ્વયં'સિદ્ધ માની લીધે.
આ તા એક વાત, પરીક્ષા વગર માની એટલે ખીજી વાત પણ પરીક્ષા વગર માનવી પડે. આપણે પરમેશ્વરને અને તેના વચનને પણુ પરીક્ષા દ્વારાએ જ માનવાના. વિચારો, પ્રથમ ઈશ્વરને પરીક્ષા દ્વારાએ માનતા હાવાથી દેવા અઢાર દ્વેષ રર્હુિત-રાગદ્વેષ મહાદિક ન હેાય તે દેવ. દેવને પરીક્ષાની કેાટિમાં મૂકયા,