Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૭
કહેવાને હક જ રહે નહિ. આથી ઈશ્વર કે ગુરુ વતઃ માન્ય નથી. ઈશ્વર શાથી માન્ય? ધર્મના ધેરી હેવાથી. જે મહાનિશીથકારે જણાવ્યું છે કે અરિહંત હેય ને સ્ત્રીને કરપર્શ કરે તે અમારે અરિહંત નથી. અરિહંતમાં આ બનતું નથી. અરિહંત મેહનીયથી રહિત હોય છે. કેવળજ્ઞાનવાળા હોય છતાં કહપનાથી જણાવે છે કે આ સ્થિતિ હેય તે અમારે અરિહંત નથી. જે અરિહંતને પરીક્ષાની કસેટી પર ન ચઢાવે તે આવું હોય તે સુદેવ કુદેવ સુગુરુ કુગુરુ વિગેરે કહેવાને હક નથી. આથી અરિહંતની ગુરુની માન્યતા ધર્મને આધારે. તેથી જ અરિહંતના નમસ્કારમાં કયું કારણ બતાવીએ છીએ. પિતે માર્ગે ચાલ્યા અને તે જ મોક્ષને ઉપદેશ જગતને કર્યો માટે અરિહંતને નમસ્કાર કરીએ છીએ. ધર્મની દલાલીમાં અરિહંતનું મોટાપણું આવી જાય તે ધર્મનું કેટલું મોટાપણું હોવું જોઈએ ? જે વેપારમાં દલાલીમાં લાખો રૂપીઆ આપે તે તે વેપાર કેટલે મેટો હવે જોઈએ? ફક્ત અરિહંતને ઉપદેશ આત્માને ધર્મ આત્મામાં ઉત્પન્ન કરે, તે ધરમની કિંમત કેટલી હોવી જોઈએ? આથી અરિહંતપણાની પ્રાપ્તિ એની મૂળ જડ વશસ્થાનકની આરાધના. અરિહંત મોટા શાથી?
અરિહંતપણું ક્યારે આવે ? ભાવથી ઉંચારસ પણું કેવળજ્ઞાન પામે ત્યારે અરિહંતપણાની સાચી પ્રાપ્તિ ધમની ટોચે બેસે ત્યારે ટકે. ધર્મને આધારે કેવળાપણું અપ્રતિપાતિ છે. આથી અરિહંતપણાની જડ સ્થિતિ ટકવું એ ધર્મને આભારી છે. આ સ્થિતિ છે તો અરિહંત મહારાજ મેટા શાથી? કેવળ ધર્મને દેખાડે તે અપેક્ષાએ. ખેવાએલું નંગ મેળવું હોય ત્યારે બીજા પાસે દીવાસળી દસ રૂપીઆ આપીને લઈએ તો, દીવાસળીની કિંમત દસ રૂપીઆ આપીએ તે હીરાની કિંમત કેટલી હોવી જોઈએ? તેમ તરણતારણ માની અરિહંતને સેવીએ તે આત્મામાં રહેલા ગુણેની કિંમત કેટલી હોવી જોઈએ? જૈનશાસન પામી પરિણતિ ન સુધારે, માત્ર ઘર્માદિયા કરે તેથી શું?
સનીએ દુકાન માંડી. એરણ લાવ્યું. એજાર લાવ્ય, તપાવવા લાગ્ય, સેનું ક્યાં છે? તે કહે કોણ જાણે. સેનાનું ભાન ન હોય તે