Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
બાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૭૧
જાય તે શાસનમાં ઉચિત મનાયું નથી, તે ગુણ ન હોય તે ગુણી બનવા જાય તેને કહેવું શું? તીર્થકર અને ગુરુ બનેનું આરાધન ધર્મ દ્વારાએ જ હોઇ શકે. એ વાત નકકી થઈ કે ધર્મ એજ મુખ્ય તત્વ દેવની આરાધન તે ધર્મને આભારી છે. ધર્મ જેવી ચીજ ન હોય તે દેવનું દેવપણું થાય નહિં, દેવપણે માનવાને વખત રહે નહિં, તેમ ગુરુ પણ ટકે નહિં. માટે ધર્મ દ્વારા દેવગુરુની અધિકતા છે. દેવ પરમાત્માને કહીએ છીએ. ગુરુ અંતરાત્મપણે આગળ વધ્યું હોય તે. સિદ્ધિમાં રહેલાં સિદ્ધો અને સૂક્ષ્મ એકનિદ્રયના નિગદીયાના આત્મામાં કઈપણ જાતને ફરક નથી,તો પરમાત્મા કયાંથી જુદા તારવ્યા? બહાર ચાર્ટર બેંકની લગડી તરીકે સેનું અને ખાણમાં રહેલું સેનું તે બનેમાં કોઈ જાતને ફરક નથી. પણ ભાવ કરવા જાવ ત્યારે ચાર્ટર બેંકના સેનાને જે ભાવ કરો તે ભાવ માટીમાં રહેલા સેનાનો કરો છે? સેનાપણે બને સરખાં છે ને? સેનાપણાએ મને સરખા છતાં જે સોનું તેજાબમાંથી નિકળી શુદ્ધ લગડીરૂપે થયું છે, તેની કિંમત જે આવે તેવી કિંમત માટી સહિત સેનાની–ખાણના સેનાની કેઈ આપતું નથી. સ્વરૂપે સકલ આત્મા એક સરખા છે. સેનાપણાએ બધું સોનું સરખું છે. તેમ આત્મા તરીકે જગતના તમામ આત્મા એક સરખા છે. વાંઝણીની વહુ રડાય કયાંથી?
સમ્યકત્વ કઈ જગપર લાવીને મૂકયું હતું ? પિનાના આત્માને સર્વ આત્માઓ સાથે સ્વરૂપે સિદ્ધિ માનવા. સ્વરૂપે સિદ્ધ ન માનીએ તો બધા જીવને આઠ કર્મો વળગેલા છે, એ માનવાને વખત રહેશે નહિં. જે અભવ્ય જીવોને આઠ કમ માને તે કેવળજ્ઞાનાવરણીય કેવળદર્શાનાવરણીય આદિ ચાર માનવાં પડશે. જ્યારે જ્ઞાનસ્વરૂપ માને ત્યારે જ્ઞાનાવરણીયે જ્ઞાન ઢાકયું-એમ નક્કી કરી શકો. જ્ઞાન જ નથી તે જ્ઞાનને રકે કયાં? વાંઝણીની વહુ રંડાય કયાંથી? તેમ અહીં જે આત્મામાં જ્ઞાન ન માને સર્વજ્ઞ સ્વરૂપ-કેવળ સ્વરૂપ ન માને તે કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય વિગેરે શી રીતે માનવાના? જે કેવળજ્ઞાન દર્શનસ્વરૂપ ન માને તે મતિ-શ્રુતજ્ઞાનવાળે પણ માની શકે નહિં. કમની પ્રક્રિયા ધ્યાનમાં હોય તે આ સવાલને સ્થાન ન હતું. મતિ–મૃત શી ચીજ ? તે કે જ્ઞાનાવરણીય કર્મો અવરાએલા તેમાંથી નિકળેલું તેજ. કેવળજ્ઞાનાવરણીય કેવી ચીજ ? જેમ સૂર્યની સ્થિતિ છે તેમ આત્મામાં કેવળજ્ઞાનની