Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૭૦
પ્રવચન ૧૫૧ મું
તીર્થંકરદેવને વંદન કરવાનો ઉપદેશ કરે તે પણ આશાતને કહેવાય છે, રાઈ કર્યા પછી ચૂલે સળગાવવાનું કહેવું તે અજ્ઞાનતા કહેવાય. રસે થયા પછી ચૂલે ઠડે જાણી જોઈને કરે પડે. રાંધવાનું બાકી રહ્યું નથી. તે વખત સળગતે ચૂલે ઠંડે કર પડે, તેમ સર્વજ્ઞનું આરાધના જિનેશ્વરનું આરાધન કલ્યાણ કરનારું છે, પણ ક્ષીણમોહનીય થયે, વીતરાગ થઈ કેવળી થયે તેને આરાધના કરવાનું કહે તે પણ આશાતના છે. ગૌતમસ્વામી ૧૫૦૦ તાપસને પ્રતિબંધ કરી લાવ્યા, પર્ષદામાં આવતી વખત ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરવાનું કહ્યું. હવે વિચારે, “ભગવાનને વંદન કરે તેમાં કયું ખરાબ કહ્યું? છતાં ભગવાન શ્રીમુખે કહે છે કે હે ગૌતમ! કેવળીએાની આશાતના ન કરી કારણ આપણને એમ લાગે કે ભગવાને વંદન કરવાનું કહે તેમાં આશાતના કેમ? અહીં જેને સર્વથા આત્મામાંથી કાળાશ નીકળી ગઈ છે, પ્રવૃત્તિ પરિણતિ અદ્વિતીયપણે શુદ્ધ થએલી છે. ઘાતિકર્મ જેને રહ્યું નથી, તેવા શુદ્ધ આત્માને સાધનને ઉપદેશ દેવે તે વ્યર્થ છે. આશાતના કમ ગણી ? કહે, સિદ્ધને સાધનને ઉપદેશ આપે તેમાં તે અપેક્ષાએ આશાતના ગણીએ તે. દેવની આરાધના કેવળ આત્માની નિર્મળતા માટે જ છે. આત્માની નિર્મળતા થયા પછી દેવની આરાધનાની જરૂર નથી, જ્યાં કેવળજ્ઞાન માલમ પડ્યું. ચંદનબાળા અને મૃગાવતી, અણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા. અહીં કેવળજ્ઞાન માલમ પડયું એટલે ભક્તિ વૈયા– વચ્ચાદિ વ્યવહાર બંધ કર્યો. આથી ગુરુની આરાધના એ પણ કયા મુદ્દાથી? આત્માની નિર્મળતા સંપૂર્ણ થઈ જાય તે દેવગુરુની આરાધનાની જરૂર પડતી નથી. ૧૫૦૦ કેવળી ન બોલ્યા કે હમારે નમસ્કારની જરૂર નથી. ત્યાં પુષ્કચૂલાએ ન કહ્યું કે મારે અરણિકા પુત્રના વિનયની જરૂર નથી. કારણકે શિષ્યભાવને ધારણ કરનાર આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય તે પણ પિતાની મેળે વડીલેનો વિનય વિગેરે બંધ કરતા નથી. અહીં જ્યારે ચંદનબાલાએ મૃગાવતીને, અણિકાપુત્રે પુપચૂલાને પૂછયું કે શું જ્ઞાન થયું છે? ત્યારે ચંદનબાળાએ ને અરથિકાપુત્રે કહ્યું કે ગુરુકૃપા. અસિદ્ધવાળાને માલમ ન પડે ત્યાં સુધી સિદ્ધવાળાએ એ વ્યવહાર ચાલુ રાખવાને છે. જે સિદ્ધ થએલે છે, સાધ્યનિષ્પન્ન થયું છે, તે એ સ્થિતિમાં ન હોય કે મારે જરૂર નથી. પેલે ને કહે કે તમે ન કરો. છદ્મસ્થ હેય તેને કેવળી વાદે, છદ્મસ્થાને જાણ થાય એટલે વ્યવહાર બંધ થાય. પિતાની મેળે પતે ગુણ બનવા