Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૬૨
પ્રવચન ૧૫૦ મું
શું થાય? નયાભાસ એક આત્મા એ નય અને એક જ આત્મા કરી દઈએ તે નયાભાસ, તે કથંચિત્ એક આત્મા તેનું નામ સ્યાદ્વાદ અને તેજ પ્રમાણ વાકય. હેમચંદ્રાચાર્યજીએ જણાવ્યું કે-રવિ નર સ્થાત એક તે સદેવ છે જ, એક છે, એક કથંચિત્ છે. આ ત્રણ પ્રકારે માને છે. પ્રથમ પ્રકાર દુનીતિ, સદેવમાં નયાાસ ને સત્ કહીએ તે નય, સ્યાત્ સત્ કહીએ તે પ્રમાણુ વાય. શાસ્ત્રોમાં કઈ જગ્યાએ સ્યા શબ્દ જોડી સૂત્ર કહ્યું નથી. સિદ્ધોને ધર્મ મંગળ કેવી રીતે?
ધ મંદાદિ એ વાકય પ્રસિદ્ધ છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. તે બેકડા મારૂને ધર્મ ઉત્કૃષ્ટ મંગળ થયું ને ? કહે ત્યાં જ આગળ કહેવું પડશે કે ભાવધર્મ. નામ માત્ર ધમ ઉત્કૃષ્ટ મંગળ નહીં ને ? દ્રવ્યમંગળ ઉત્કૃષ્ટ મંગળ નહીં ને ? તે ઉત્કૃષ્ટ મંગળ તે ભાવધર્મ ખરું કે નહિ? ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ, ધર્મથી ઉત્કૃષ્ટ મંગળતા એ સાધ્યતા રાખે તે જે જગો પર આત્મામાં કર્મને સદભાવ હોય તે જગપર કર્મને સંવર અને નિર્જ કરનાર તે ઉત્કૃષ્ટ મંગળ, જે આત્મામાં કર્મનું બંધન સત્તા ઉદય નથી, ત્યાં ધર્મ કંઈ કાર્ય કરતા નથી. તમારા આત્મામાં કર્મ સત્તામાં ઉદયમાં છે, ત્યાં સુધી ધર્મ કમનાશ કરશે. સિદ્ધમાં ધર્મ સંપૂર્ણ છે તે કર્મને કgયે પણ ખસેડ નથી. તે જે દવે અજવાળું ન કરે તેને દીવે શી રીતે કહે? તે કર્મવાળાથી થતે ધર્મ તે સંવર અને નિર્જરા કરાવે. કમરહિતમાં રહેલે ધર્મ સંવર નિર્જરા કરાવતું નથી. સિદ્ધ માં ક્ષાયિક જ્ઞાન-દર્શનચારિત્ર છે છતાં કર્મના એક કણિયાને ખસેડતે નથી, તે મંગળ કયાં ગયું? “માં નાટયત મા રુતિ રામ' મને ભવ સમુદ્રથી પાર ઉતારે તે મંગળ. હવે ક્ષાયિક ભાવમાં રહેલા સિદ્ધને પાર ક્યાં ઉતારશે? અગ્નિ બાળનારો ખરે પણું લાકડાંને બાળશે, અગ્નિ અગ્નિને બાળશે? ઈતરને બાળશે. ઝેરરને મારતું નથી તે ઈતરને કેમ મારે? તેમ અહીં ધર્મ સંવર અને નિર્જરને ઉપાય પણ કમવાળા હોય તેને. ધર્મ અને મંગળને અંગે કાર્ય કારણની અનવસ્થા આવતી હતી, તે બધું ટાળવાને માટે આવી વ્યાખ્યા કરવી જ પડી કે, ધર્મ ઉષ્ટ મંગળ પણ તે સકર્મ જીને, નિષ્કર્મને કંઈ નહિં.