Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૬
પ્રવચન ૧૪૫ મું
હોય કે આધારરૂપ હેયર કર્મના ઉદયને બચાવ તરીકે શાસકાર લઈ શકતા નથી. મેં કર્મને હણ્યા ને મને તમે જે માને છે તે મારા અતિશયને અંગે માને તે કરતાં મને કર્મના હણનાર તરીકે માને. કર્મના હણનાર તરીકે પ્રથમ પરમે છે માનવા છે, તે તમારે કઈ દિશા પકડવાની? જે તમે કર્મની ગુલામીની દિશા પકડે તે fari કર્મશત્રુથી હણાયા તે બધાને નમસ્કાર કરું છું એ અર્થ શખજે. કર્મની આધીનતા સ્વીકારવી હોય તે નવકારમાંથી અનુસ્વાર કાઢી નાખજે. નહિંતર ત્રણ જગતમાં કર્મ સિવાય આ આત્માને કોઈ શત્રુ નથી. જીવે જૈનશાસન પામવું ત્યારથી કમ હઠાવવા માટે બળવાન થવું જોઈએ. કર્મ વિકારે રોકવા માટે બળવાન ન થાય તે જૈનશાસન પામ્યું નથી. આ સમજશે એટલે સમજાશે કે કરમ કરવામાં ભેળવવામાં વિલંત્ર, બાંધનારે આ જીવ, કર્મ તેડનારો આ જીવ, માટે પિતાના કૃત્યથી જવાબદારી જોખમદારીથી આ જીવ નીકળી શકતું નથી. કેવળ પરમેશ્વરને નામે આત્માને ગુલામીમાં રાખનારાઓ વસ્તુ સ્વરૂપ સમજી શકતા નથી. પરમેશ્વરને દોષ દેવે તે નકામે જૂઠે છે. ત્યારે દેવાદિક માનીને શું કરવા? ગરમી શરદી હઠાવવી, પણ શરદી કે ગરમી હઠાવવાના ઉપાય બતાવનાર વૈદ્ય ગાંધી જોઈશે કે નહિં? ત્યાં વૈદ ગાંધી લે પડે તેથી પરાધીન થઈ જતા નથી. તેમ કર્મ હઠાવવા માટે જિનેશ્વરરૂપી વૈદ્ય અને ગાંધીરૂપી ગુરુ છે. જિનેશ્વરે મિક્ષ માર્ગ બતાવ્યું પણ માર્ગે વાળે બતાવે ચડાવે તે ગુરૂ માર્ગ બતાવનાર છે. માટે શરદી ગરમી મટાડવામાં પરાધીનતા થઈ જતી નથી. જવાબદારીઓ ને જોખમદારીએ જિનેશ્વરને જે ભજવાના છે તે એવી રીતે કે જિનેશ્વરના ઉપગારથી મોક્ષમાર્ગ તરફ વળવાનું છે. આથી ભક્તિ પૂજા પ્રભાવના દ્વારા મોક્ષ મેળવવાના છે તે આપણે અર્થ કામરૂપી કચરાની માગણી કરીએ તે આપણે મૂર્ખ ગણાઈએ. મિથ્યાત્વી કેમ ન ગણાય? માટે સુદેવ હેય તેને સુદેવાદિ તરીકે માને પણ જે મુદાએ માનવાના છે તે મુદાએ ન મનાય તે ખરેખર સમ્યકત્વ નથી. માટે ધર્મના સ્વરૂપ અને ફળથી જાણકાર થવાની જરૂર છે. સંવર અને નિર્જરા એ બે ધર્મ તેમાં પહેલ કયે ધર્મ? વસવાના ઉદ્યમ પહેલાં, વાછરડાને પહેલે ખસેડ, નહિંતર “આંધળે વણે ને વાછરડે ચાવે માટે સંવરને પ્રથમ ઉદ્યમ કર ને પછી નિર્જરને ઉદ્યમ કરે. હવે તે નિર્જરાનું વિશેષ સવરૂપ શું તે આગળ વિચારીશું.