Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ એથે
૧૩૭
પુરૂષાર્થ હોય તે કેવળ મોક્ષ જ. અર્થ અને કામ પ્રાપ્તવ્ય લાગે પણ તે અવિવેકીને. વિવેકીને અર્થકામ પ્રાપ્તવ્ય નથી. તે લોકોને તે તે હેય છે. શાસ્ત્રકારે પાપને પણ તવ કહ્યું છે. જેમ જીવ પુણ્ય સંવર ને મોક્ષને તત્તવ કહ્યું છે તેમ અજીવ પાપ આશ્રવ બંધને પણ તત્વ કહ્યા છે. માટે સંવર નિર્જરામાં રમતા કરે તે પણ તત્વ રમણતાવાળા. અમે પાપ, આશ્રવાદિકમાં રમતા કરીએ તે પણ તત્વ રમણતાવાળા છીએ. નહીંતર નવતરવ ન માને, નવેને તવ માને, જ્યારે નવે તવ માને તે તમે સંવર મોક્ષમાં રમણતા કરે તે તવ રમણતાવાળા, અમે પાપાદિકમાં રમણ કરીએ છીએ. જગતમાં તવ રમણતા વગરને કોઈ જીવ નથી. ચાહે નારકી કે દેવતા , એકપણ જીવ તવરમણતા વગરને નથી. સર્વે જ તવરમણતાવાળા છે એમ કહી દેવું? જે નવ તત્વ માને તે પછી તેને તત્વ૨મતાવાળે માનવે જોઈએ. જગતના તમામ પદાર્થને જુએ તે તે સઘળા નવતત્વમાં આવી જાય છે. નવતત્વ બહાર એકપણ પદાર્થ નથી. તમામ પદાર્થોનું આ વર્ગીકરણ છે. તેથી પાપ આશ્રવ બંધને ગળે વળગાડો તે શાસ્ત્રકારનું ધ્યેય નથી. નવતત્વમાં હેય ય ઉપાદેય વિભાગ પાડવા પડે તે, ચાર પુરૂષાર્થમાં બે વિભાગ પાડવા પડે. આથી હેય અર્થ અને કામ છે. ધર્મ અને મોક્ષ એ બે ઉપાદેય છે. આથી મળ્યા છતાં છાંડવાલાયક નહિં એ પુરૂષાર્થ મેક્ષ. જેને બાકીના ત્રણને પુરૂષાર્થ ન માને
બીજા મતના અનુવાદે ધર્મની શ્રેષ્ઠતા જણાવી. બીજાઓએ આ માનેલું છે. ત્રણ વર્ગ સાધ્યા વગર મનુષ્યનું આયુષ્ય નિષ્ફળ જાય છે. તેવા ત્રણ વર્ગને પુરૂષાર્થનું સાધન, જે ત્રણ પુરૂષાર્થ વગર જાનવર જેવા માને છે, તેવા ધમે વગર પશુ જેવી જિંદગી માને છે તે એક વાત. બીજી બાજુ આચાર્યના ઘરનું હોય તે મોક્ષવર્ગ છોડાય કેમ ? મોક્ષને બાતલ કરનાર લૌકિક વ્યવહાર લૌકિક નીતિ. જેમ કૌટિલ્ય વિદુર નીતિ છે તે ત્રિવર્ગ ઉપર ધોરણ રાખે છે. ત્રણ વર્ગ કહેતે મોક્ષવર્ગને આચાર્ય માનતા નથી ? છતાં “વદંતિ’ કહે છે. પિતે કહેતા હોય તે “વદામ કહેવું જોઈએ “ન તદ્દ વિના ધર્મ?' ધર્મ વિના અર્થ કામ થતા નથી. માટે ધર્મને શ્રેષ્ઠ કહે છે. જે વર્ગ ધર્મ દ્વારા માત્ર અર્થ કામને જ માને છે, એ વગર અર્થ કામ નથી. તે માટે ધર્મ કરે તે અર્થકામને ઉત્પન્ન કરનાર માટે શ્રેષ્ઠ ધર્મ છે. એ માનનારા જૈન આચાર્યમાંથી એક