Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
બાગમાદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ ચોથા
૧૪૭
તીર્થકર અને સામાન્ય કેવલીને તફાવત
તીર્થકરને પ્રથમ પદે કેમ લીધા? કેવળી કરતાં તીર્થકરને અધિક કેમ માન્યા ? ઘાતિકર્મના ક્ષય તરીકે મોક્ષ પામનાર સરખા, તે બાહ્ય આડંબર વગરના કેવળી મહારાજા તેના કરતાં બાહ્ય આડંબરવાળા કેવળીને અધિક કેમ માનવા ? એ તે દેવતાઓ પોતાની ભક્તિથી કરે છે તેમાં તીર્થકરના ત્યાગમાં લેશ પણ ઓછાશ નથી, એમ કહે તો આ વાત કબૂલ થઈ. તે પછી તીર્થકરેની મૂતિની ભક્તિ તે ભક્તિવાળા પિતાની મેળે કરે છે તેમાં ભગવાનનું ભેગીપણું યે મેઢે છે ? અહીં ભગવાનનું ભેગીપણું શી રીતે થયું? શ્રાવકની કરણી છે કે નહિ? અષ્ટ પ્રાતિહાર્ય કરવા તે દેવતાની કરણી તે આ શ્રાવકની કરણી છે કે નહિ ? કરણું કરવાથી પુન્ય-પાપ, નિર્જરા કે સંવર તેથી બચી શકાતું નથી. કરણ કઈ ને બચાવ શાને કરે છે ? ભક્તિ કરે તેથી દેવતા છબી જાય છે ? કુળાચારે કહેશે તે દુનિયાદારીવાળા કુળાચારે પરણે તમાં વાંધો નહિ ને ? આઠ પ્રાતિહાર્ય તથા જન્મમહોત્સવ કરવાની ફરજ શાથી પાડી ? તીર્થંકર નામકર્મ બાંધ્યું તેથી, માટે તેજ ખરાબ કર્યું કેમ ? ત્યાગી તરફ લેકે ઝકી જાય તેથી ત્યાગીના ત્યાગની કિંમત ઘટતી નથી. દેવતા તીર્થકર તરફ ઝુકી જાય તેથી ત્યાગની એાછાશ થતી નથી. તીર્થકરે શ્રાવકને કહ્યું નથી કે સાધુને વહેરાવજે. ફળ તરીકે દેખાડશે. આનું ફળ આમ થયું એમ દેખાડશે. સમવસરણમાં
નદ્રોને સ્થાન આપ્યા તે ઉપરથી કિંમત થશે કે તીર્થંકર મહારાજને વધારે શાથી માનવા? વળી જે બીજ હોય તેને કેવળમાં ને મેક્ષમાર્ગમાં બન્નેમાં ફરક નથી તે તીર્થકરને શાસનના માલિક કેમ ગણવા? આપણી ગુફાનું દ્રષ્ટાંત યાદ લાવે. એકસે મનુષ્ય અથડાઈ રહ્યા હતા, તેમાં એક દી કઈ કારણથી ઉભે કર્યો. એ દીવાથી સેએ જણાએ કાકડા સળગાવ્યા. બધામાં એક સરખું અજવાળું છે. બધા માર્ગ બતાવનાર સરખા છે, ફરક નથી, છતાં આદ્ય ઉપકારી કેણ? મૂળ સળગાવનારને ઉપકારી ગણે, તેમ જિનેશ્વર મહારાજે પોતાના આત્માને બધ-જ્ઞાને પિતાના નામકર્મના જોરે સ્વયંસંબુદ્ધપણે મોક્ષમાર્ગ શરૂ કર્યો. પ્રથમ શરૂ કરનાર એજ, બીજાએ એમના આશરે-આશ્રયેઆધારે. આથી જગતમાં ઉદ્યોત કરનાર એકજ ભગવાન તીર્થકર. બીજા બધા કેવળજ્ઞાન પામ્યા પણ તે સ્વયંસંબુદ્ધ તરીકે નહિં. સ્વયંસંબુદ્ધ માત્ર તીર્થકર મહારાજ એક