Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ છે
૧૩૫
કહી. આ પ્રકારની ક્ષમામાં ત્રણ પ્રકારની ક્ષમા સુધી મિથ્યાવી પણ હોય. ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા. આ ત્રણ ક્ષમા કરનારે છતાં સમકિતી હોય તે નિયમ નહીં. વચન અને ધર્મક્ષમામાં આવે ત્યારે સમકતપણાને નિયમ. આથી પુણ્યની ઈચ્છા અને પાપને ભય આવી ગયો તે માર્ગ આ કહેવાય નહિં. જ્યારે વચન અગર ધર્મની સ્થિતિ આવી જાય, સંવર નિર્જરાની અપેક્ષાએ દેવગુરૂ ધર્મને માનીએ છીએ. હવે એમાં પ્રથમ જરૂર કેની એ અગે.
પ્રવચન ૧૪૭ મું
અષાડ સુદી ૧૩ શાસ્ત્રક ૨ મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે–આ સંસારભરમાં આત્માને દુર્ગતિથી બચાવનાર અને સદગતિ મેળવી આપનાર એક ધર્મ પદાર્થ જ છે. આપણે કઈ ચીજોનું આલંબન લીધું છે? દુનીયાદારીથીકંચન કાયા કુટુંબ અને કામિની આ ચાર સિવાય પાંચમું કાંઈ આલંબન નથી. ઈષ્ટ વસ્તુ, પ્રાપ્તવ્ય વસ્તુ ગણાઈ હય, જેને માટે ચિંતા–પ્રયત્ન કરવામાં આવ્યા હોય તો આ ચાર વસ્તુઓ. બાહ્ય દષ્ટિથી તપાસી લઈએ તે આ ચાર વસ્તુ સિવાય દુનીયાએ સાધ્ય ગણ્યું નથી. શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગો પાડેલા છે. તેથી એ ચાર વર્ગને પુરૂષાર્થ કહીએ છીએ. ચાર વર્ગ કેમ કહ્યા ?
જગતમાં પુરૂએ ઈષ્ટ માનેલી આ ચાર વસ્તુઓ તે પુરૂષાર્થ. જગતમાં કઈપણ જીવ તપાસીએ તે આ ચારમાંથી કેઈપણ ધ્યેયવાળો હોય. તેથી વર્ગ કહીએ છીએ. ચાર વર્ગ શા માટે કહીએ છીએ ? જે સાધ્ય શબ્દ કહી દે તે શાસ્ત્રકાર વિરૂદ્ધ વક્તવ્યતાવાળા થાય. એકબાજુ “Haો મgora gવિજય રેમ” કામ સુખથી પરિગ્રહથી વિરમવું એ મુખ્ય ધર્મ. એને અંગે શાસ્ત્રકારના ઉપદેશ-આદેશ રહેલા છે. મુડપત્તિ પડિલેહીને કહે. ઈચ્છા. સામાયિક સંદિસાહ ? તથા સંદિસાહે ડાઉને આદેશ આપે. સંવર પ્રત્યાખ્યાનને અંગે પરિગ્રહ મૈથુનની વિરતિની આજ્ઞા આપે ને પરતી વખતે “કાવવું પેલે પાયું કહે ત્યારે ગુરૂ કહે-આ આચાર મુકવા લાયક નથી, આદર ન છોડીશ. બેઘડીના સંવરને શાસ્ત્રકાર કેટલી કિંમતમાં લે છે ? બેઘડીના સામાયિકમાં પારવાની વાત