Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૨
૧૪૩
છે. ભવની ચીજ ભવમાં કામ ન લાગે તે અભવ એટલે મોમાં કામ કયાંથી લાગે? દેવતા મનુષ્ય તિર્યંચ ને નારકીના ભાવમાં ભવની ચીજ કામ ન લાગે તે ભવથી જુદી અવસ્થામાં કામ લાગે જ કયાંથી?
સહરાના રણ ખાતર ભંડાર–લકરને નાશ કરનાર કે ગણાય ?
લડાઈ માટે લશ્કર ખજાને હથીયાર ભંડાર તૈયાર કર્યા પણ લડીને મેળવીશ શું તે તે જે. સહુના સાઈબીરીયાના ઉજજડ રણ ખાતર લશ્કર ભંડારાદિને નાશ કરે તે કાને ગ્ય? તે આખી જિંદગી એમાં ખલાસ કરીએ છીએ. મનુષ્યભવ, ઇંદ્રિયેની શક્તિ, જ્ઞાનની શક્તિ મેળવીને સહરાના રણ સરખી પંદર ચીજોમાં આ દુર્લભ ચીજો ખલાસ કરીએ છીએ. દુકાનદારી માંડનાર પ્રથમ સીલક અને કમાયે કેટલું તે તપાસે છે. આ ભવમાં આવ્યા હતા તે વખત સીલક લઈને આવ્યા છીએ. મનુષ્ય-આયુષ્ય–ગતિ શાતાદની કથળીમાં ભરેલી છે. આ બધી કોથળી અહીં ખાલી થઈ છે. હવે કોથળી કચરાની આરંભ પરિગ્રહમાં મસ્ત થઈ વિષયેના ગુલામ થઈ તત્વની કોથળી ખાલી કરી કચરાની કથળી ભરી છે. તમારા પવિત્ર જિદગીના કેટલા કલાક? જેને તમે પવિત્ર જિંદગી ગણે છે તેનાં મૂળમાં સડો ચાલું છે. સામાયિક પૌષધ પડિકમણું કરી, તેમાં પણ સંસારી કલપના ચાલુ જ. પૂજાદિક ધામિક કાર્યોમાં પણ સંસારની કલપના ચાલુ જ રહે છે. આથી મારી કથળી ખાલી કેમ થઈ છે ને શાથી ભરી છે તે વિચાર્યું. ? કસ્તુરી ખાલી કરી કાજળ કોણ ભરે? આપણે મનુષ્યનું આયુષ્ય ગતિ વિગેરે પુન્ય દહાડે દહાડે ખાલી કરીએ છીએ. આ ડઓ હમેશા ખાલી થાય છે. કસ્તુરી નિકળી જાય છે ને કેલસા પડે છે, પણ કસ્તુરી અને કલસા સમજે તેને? નાના છોકરા આગળ બે ડબી મૂકી હોય તે તેને બેને ફરક માલમ નથી. તેમ અહીં હજુ પરભવ માટે શું કરવું જોઈએ તેને ખ્યાલ આળ્યું નથી. આ ભવમાં રહેવાવાળી ચીજ ને ભવાંતરે આવવાવાળી ચીજને ફરક ધ્યાનમાં લીધે નથી. નાના છોકરા કેલસાને પરિચય હોવાથી કેલસા પ્રથમ પકડે તેમ આપણે સંસારને પરિચય હોવાથી વિષય પ્રથમ પકડીએ છીએ.