Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩૬
પ્રવચન ૧૪૭ મું કરે ત્યારે ફેર કરવા લાયક, આદર ન છોડીશ-એમ કહે છે. પૌષધ કર્યો હોય ત્યારે પિસહ પારૂં ? ત્યારે ગુરૂ કહે “પુનરપિ કાયવ” જે સંવરના વિરોધી છે, સંવર અમુક દિવસ સિવાય ન બને, ૫ર્વ સિવાય પૌષધ ન કરનારા પારતી વખતે શું કહેવાના? એ શબ્દ બેલે પણ બીજી લે તે ન લેવાય, એક બાજુ ફેર કરવા લાયક કહે, બીજી બાજુ પેલે લેવા જાય તે ના કહે. ત્યારે જ્યાં જે સંવરનું કામ વિધિથી ઉપદેશથી પ્રેરણાથી કહે તે શાસ્ત્રકાર કરે છે. જે તે જગ પર વિષય અને પરિગ્રહની નિવૃત્તિ શ્રેયસ્કર બતાવે અને બીજીબાજુ અર્થ કામની સાધ્યતા બતાવે તે પરસ્પર વિરૂદ્ધ શાસકાર બને કે નહિં ? વર્ગ એટલે જથ્થ. કેઈ જશે ધર્મને સાધ્ય માનીને ચાલનારે, કઈ અર્થને સાધ્ય માનનારે, કોઈ મક્ષને સાધ્ય માનનારે, તે કઈ કામને સાધ્ય માની ચાલનારો. સર્વ જીવમાંથી વર્ગીકરણ કર્યું, આ ચાર સિવાય કે જગતમાં વર્ગ નથી. પાંચમે વગે નહીં નીકળે. ચાર વર્ગ સિવાયને કઈ મનુષ્ય નહીં નીકળે, આથી શાસ્ત્રકારે ચાર પુરૂષાર્થ અગર વર્ગ કહ્યા છે તે દુનીયાની સ્થિતિ સમજાવવા અર્થથી પૈસા ને કામથી એકલા વિષયો પકડીએ છીએ. પણ જે જે બાહ્યા સુખનાં સાધને તે બધાનું નામ અર્થ. જંગલીઓ પૈસા પર તવ રાખતા ન હતા. માલ સાટે માલ આપતા હતા. શાક આપે તે દાણા પેટે. અર્થનું પરમાર્થ એ છે કે બાહા સુખનાં સાધન. કામને પરમાર્થ એ છે કે જેમને સ્ત્રી નથી, સંજ્ઞી નથી, તેમને કામ રહિત ન મનાય. બાસુખ તેનું નામ કામ. ચાહે સ્પર્શ સના પ્રાણ શ્રેત્ર કે કોઈ પણ ઇંદ્રિયનું સુખ તે કામ. અત્યંતર સુખનું સાધન તે ધર્મ, આત્મીય સુખને અનુભવ તે મોક્ષ. આ ચાર વર્ગોને અર્થ એ છે કે બાહ્ય સુખના સાધન તરફ પ્રવતેલે એક વર્ગ, ને અત્યંતર સુખમાં લીન થએલે એક વર્ગ, તેથી આ ચારનું નામ ચારવર્ગ. પુરૂષાર્થ માત્ર મોક્ષ છે
હરિભદ્રસૂરિજી કહે છે કે પુરૂષાર્થને વિચાર કરીએ તે પુરુષાર્થ એક જ છે ને તે મોક્ષ મોક્ષ સિવાય કોઈ પુરૂષાર્થ નથી, જે પ્રાપ્તવ્ય તરીકે હંમેશાં રહે. કેઈ દિવસ હેય તરીકે થાય નહિં તેનું નામ પુરૂષાર્થ જીને ઉદ્યમથી સધાતી સ્થિતિ એટલે ચાર પુરૂષાર્થ. પણ જેને પ્રાપ્ત કરવા વિવેકીએ મહેનત કરે, પ્રાપ્ત કર્યા પછી છુટા પાડવાને વિચાર ન થે જોઈએ તે પુરૂષાર્થ. પ્રાપ્ત થવાથી પછી દુઃખ ન હોય, એ જે કઈ