Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો
૧રહ
પ્રવચન ૧૪૬ મું
સંવત ૧૯૮૯ અષાડ વદી ૧૨ બુધ શાસકાર મહારાજા આગળ જણાવી ગયા કે–આ સંસારમાં કઈપણ બીજી ચીજ ગતિથી બચાવનાર નથી. ને સદ્ગતિ પણ આપનાર હોય તે એક જ પદાર્થ છે કે તે માત્ર ધર્મ. જિનેશ્વરનું ઉપગારીપણું ગુરૂનું સહકારી પણું પણ ધર્મ દ્વારાએ છે. ધર્મ જેવી ચીજ ન હતું તે દુર્ગતિથી બચાવનાર ને સદગતિ આપનાર બીજી કઈ ચીજ નથી. આથી ધર્મ ન હોય તે દેવગુરૂને માનવાની જરૂર રહેતી નથી. આહાર શરીરાદિ મળી રહ્યા છે. વિષયે પણ મળ્યા જતા હતા. એક પણ દેવગુરૂની આરાધના વગર ન મળે તેમ ન હતું. કમના ઉદયે થનારી ચીજ. અભિમાન, માયા, લેભ એ આપો આપ થાય છે. તેને કઈ કરતું નથી. તેમ આહાર શરીર પણ આપોઆપ થનારી ચીજ છે. તેમાં દેવગુરુએ શું કહ્યું? દેવના ઉપદેશ વગર પુણ્યને રસ્તે આપણને મળી ગયેલ છે. નહિંતર સૂઢમ એકેન્દ્રિયમાંથી નીકળી ત્રસ પણું સંજ્ઞી પણું મનુષ્યપણું વિગેરે ક્યાંથી મળત, પણ તે ધર્મથી મળી ગયા છે તો પણ સંજ્ઞી પંચંદ્રિય થયા વગર દેવને ઉપદેશ મળતું નથી. દેવને ઉપદેશ પુણયને માટે હોય તો તે માર્ગ પહેલાં પકડી લીધું છે. પુણ્યને માર્ગ દુઃખ વેદનાથી પણ મળે છે. વેદીએ એથી અકામ નિજ થાય, એથી પુન્ય બંધાય. આવી રીતે દુઃખ વેઠવાથી મળી જાય છે. જે માર્ગ બીજી રીતીએ મળતું નથી. તે માર્ગ દેવ અને ગુરૂ પાસેથી મેળવી શકીએ છીએ. પુન્યની પ્રકૃતિના ઉદયે ત્રસ–બાદર–સંજ્ઞીપણું-મનુષ્યપણું મળે છે. આને જે વસ્તુ દેવના ઉપદેશ વગર મળી છે. જેમાં દેવતાના ઉપદેશની જરૂર નથી. તે દેવ માનવાની જરૂર નથી. તે એવી કંઈ વસ્તુ છે કે જે દેવતાના ઉપદેશ વગર બનતી નથી? દેવને ઉપદેશ પુણ્ય માટે નથી, દેવના ઉપદેશ પ્રમાણે વર્તવાથી પુણ્ય બંધાય ભલે, પણ ઉપદેશ પુય માટે નથી. આગળ દષ્ટાંત દીધું છે કે-અનાજ વાવીએ ત્યારે ઘાસ થાય, પણ ઘાસ માટે કોઈ અનાજ વાવતું નથી. દેવના ઉપદેશથી પુણ્ય બંધાય પણ દેવને ઉપદેશ પુણ્ય માટે હોતે નથી. અહીં ખુલાસે થશે કે પુણ્ય સિવાય બીજી વસ્તુની કામના ન થાય ત્યાં સુધી માર્ગમાં આવેલું ગણતા નથી. આ ઉપરથી સ્પષ્ટ કરવા માગીએ છીએ કે પુન્યની ઈચ્છા, પાપને ડર થયે હોય તે તેથી જૈન માર્ગમાં આવ્યું છે તેમ ન માનવું. શાથી?