Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૩
કૃત્યેની જવાબદારી જોખમકારી તમારા માથે છે. ઈશ્વરકર્તતા માનવાથી જીવની જવાબદારી જોખમદારી રહેતી નથી. તમે કર્મને કર્તા તરીકે માની લે તે જીવની જવાબદારી જોખમદારી ઉડી જાય નહિં. ઈશ્વરની કતૃતા રાખવાથી કર્મની જવાબદારી જોખમદારી ઉડી જાય છે. પણ કમ -ઈશ્વર ઉપર જીવને કાબુ છે કે નહિં? ઈશ્વરને કર્તા માને તે તમારા ઉપર તેને કબૂ છે પણ તે માની શકે નહિં, એ અપેક્ષાએ ઈશ્વરકર્તા નહિં, પણ ઈશ્વર નેકર થયે. ઈશ્વર ઉપર તમારે કાબૂ નથી પણ કર્મ ઉપર તમારે કાબુ છે કે નહિં? તે વિચારે. ખાંડ ખાવી કે નહિં. મરચાં ખાવા કે નહિ તે આપણું કાબુની વાત છે. તેમ સદગતિ કે દુર્ગતિને લાયક કર્મો કરવા એ આપણા કાબુની વાત છે. આટલું જ દેવગુરૂનું તત્ત્વ છે. તમે દુર્ગતિના લાયક કર્મોથી કાઈ જાવ ને સદગતિને લાયકના કર્મીમાં જોડાવ, આ વસ્તુ ન હોય તે મુદેવ સુગુરૂની કંઈ પણ જરૂર નથી. ફળમાં હમે સ્વતંત્ર નથી. ખાંડનું પાણી ન પીવું અગર પીવું, મરચાં ખાવા કે ન ખાવા, તેમાં સ્વતંત્ર, પણ તે ખાધા પછી બળતરા થવા દેવી કે ન થવા દેવી, શરદી થવા દેવી કે ન થવા દેવી, તેમાં તે સ્વતંત્ર નથી. અહીં “કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે પણ ફળ ભેગવવામાં જીવ સ્વતંત્ર નથી.” વિરૂદ્ધ કારણ મેળવવાના ફળ રોકે
પાપ કરે છે તે પિતાની મેળે કરે છે, પાપ ભેગવવામાં ઈશ્વર ભગવાવરાવે છે. કર્તા પણે જીવ સ્વતંત્ર, ભેગવટામાં ઈશ્વર છે. આમ કહેનારે સમજવાનું છે. શરદી થએલી ગરમી થએલી રાકવી શક્ય કે અશક્ય ઉપાય કરે તેને ને ? શરદી થઈ હોય ને ફેર ખાંડ પીએ. મરચાં ખાધા હોય ને બળતરા થતી હોય ને ફેર મરચાં ખાય તે જેઓ શરદીના કારણેથી વિરૂદ્ધ કાણે મેળવે તેજ શરદી રોકી શકે. વિરૂદ્ધ કારણ મેળવે તેજ ગરમી રાકે, જીવે કર્મ બાંધેલાં છે, તેથી વિરૂદ્ધ વર્તે તે કર્મ તેડી શકે. ખાંડનું પાણી પીએ ને ગરમ ઈલાજ ન લેવાય તે હેરાન થવું પડે. મને શરદી થઈ છે તેમ ચિદથી તપાસ. નાક ગળવા માંડયું છે. માથું ભારે થયું છે, આ લક્ષ્ય આવે અને વિરૂદ્ધ કારણને મેળવે તે શરદી શકાય. મરચાં ખવાય ગયા હોય તેથી પેસાબમાં બળવા માંડયું તે હવે સાકર ઘી ખાવા દે. આવા ઉપાયે વિચારીને બળતરા રોકવાના ઉપાય કર્યા તેને બળતરા રોકવાનો વખત આવ્યે, તેમ