Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ
છે
જનારે, કેવળજ્ઞાન સાધ્ય માનનારે, આને દુર્ગતિ દેનાર માનનારે તેની તુલ્ય સ્થિતિ મા તું, આ ભરત મહારાજા વિચાર છે. અહીં આ વ્યક્તિ માટે વિચાર કરે છે. મહિમા વ્યક્તિને છે. કેવળને મહિમા કયારે ગો?
જ્યારે કેવળજ્ઞાની વ્યક્તિને મહિમા કર્યો ત્યારે. આપણે ગુણે માનનારા પણ તે જાતિ વ્યક્તિ સિવાય હાય નહિં. માટે ગુણે અને જાતિની પૂજા વ્યક્તિ દ્વારા હોય, માટે એક પણ વ્યક્તિની આરાધના ગુણ દ્વારાએ કરાય તે જગતની તમામ વ્યક્તિની આરાધનાનું ફળ મળે. એક પણ વ્યક્તિની વિરાધના તે જગતની તમામ વ્યક્તિની વિરાધના છે. ગુણવાન વ્યક્તિની વિરાધના દ્વારા ગુણેની વિરાધના થઈ તેથી દરેક તે તે ગુણવાળાની વિરાધના થઈ, ગોશાળ ત્રેવીસ તીર્થંકરનો ભકત હતું, છતાં મહાવીર મહારાજનો પ્રત્યેનીક હોવાથી તમામ તીર્થંકરને પ્રત્યેનીક ગણાય. કહે તીર્થંકરના સ્વરૂપનો ગુણને રાગી ગોશાળ તિર્થંકરમાં સર્વજ્ઞપણું વીતરાગપણું ઉત્તમત્તા માનનારો ફકત ભગવાન મહાવીરરૂપી
વ્યક્તિને ન માનનારે. છતાં તમામ તીર્થંકરની આશાતના કરનાર. તમામ તીર્થકરને પ્રત્યનિક ગણાશે. ગુણવાળી એક વ્યક્તિની વિરાધના તે તમામ તેવા ગુણવાળાની વિરાધના થઈ. વ્યક્તિની પૂજા તે ગુણદ્વારા થતી હવાથી એક વ્યક્તિની પૂજા તે તમામ વ્યકિતની પૂજા. એક ગુણીની વિરાધનાથી સર્વગુણીની આશાતના
ગુણવાળી એક વ્યકિત વિરાધાઈ તે તમામ ગુણવાળી વ્યકિત વિરાધાઈ. મહાવીરે કહ્યું કે સાત છો તલના છેડવામાં થશે. હવે અહીં તીર્થકર જઠા કેમ પડે, આ બુદ્ધિએ ગોશાળાએ તે છોડ ઉખેડી ફેંકી દીધે. એમાં બુદ્ધિ કઈ? જાણી જોઈને મૃષાવાદી બનાવવા. આમ બધી સ્થિતિ દેખી લેજે. પ્રત્યનિકપણામાં દષ્ટિ કયાં હોય છે? એક વ્યકિતની વિરાધનાવા તે ગુણની આરાધના કરતે હોય તે પણ તેની કિંમત રહેતી નથી. ગોશાળાની ભુંડી દશા એક વ્યકિતમાં થઈ. એક વ્યકિતની વિરૂદ્ધતાના અંગે ત્રેવીશ વ્યકિત માનવા છતાં આ દશા થઇ. માટે અમે તીર્થકરને ગરને માનીએ છીએ તે ગુણ અને ધર્મ દ્વારાએ. તે ગુણ અને ધર્મ દ્વારા વ્યકિતને માનવી જોઈએ. ગોશાળાને સર્વજ્ઞયણનું માન હતું. સર્વાપણું વીતરાગપણું નિર્ગસ્થપણું ઉત્તમ છે. તે ધારણા હતી જ. ધારણા બગડી કયાં ? નિન્ય મહાવીરને નિગ્રંથ માન્યા નહીં ને નિગ્રંથની અવજ્ઞા કરી. તે ગુણવાળાને ન માન્યા. આથી સાધુને માનીએ