Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
આપણે સમ્યકત્વ પામ્યા, શ્રાવકધર્મ પામ્યા તે વખતે ધ્યાન રાખવું જોઈએ કે આપણે મક્ષથી કેટલા માઈલ હજુ દૂર રહ્યા? અહીં ચૂકીશ તો ફરી ૮૪ ના ચક્કરમાં
સમ્યકત્વને પ્રથમ ખીંટે આવે તે અર્ધપગલથી વધારે સંસાર હેય નહિં, અનંતા પુગલ પરાવતે ઠેકાણું જેનું ન હતું તે અર્ધપગલ પરાવર્તમાં જરૂર મેક્ષે જવાને. હવે સમ્યકત્વના ખીંટાથી દેશવિરતિના થાંભલે ગમે તે આઠ ભવ, બાર પ્રકારના શ્રાવક ધર્મથી મેક્ષ આઠ ભાવ છે, જ્યાં દેશવિરતિ મળે તો આઠ ભવમાં મેક્ષ, આપણે ભવ્ય છીએ મેક્ષ લે જ છે. તે દેખાતાં થાંભલાં કેમ છોડાય? દેશવિરતિ અને સર્વવિરતિના થાંભલા છે, જેમાં ચેકખા આઠ ભવ તેમ લખેલું છે. જવું છે ચક્કસ તે પછી દ્રાવિણ પ્રાણાયમ શું કરવા કરે છે? જે કોઈ ભવ્યજીવ એ ભવ્યજીવ સમજણમાં આવ્યું ત્યારથી મેક્ષના ધ્યેયવાળે છે, તે દેશવિરતિ કે સર્વવિરતિ લીધા વગર મોક્ષે જવાવાનું નથી. હવે દેશવિરતિ સર્વવિરતિ ન લેવી તે આગળ પાછળ ચક્રાવા ખાવા છે? ભવમાં ભ્રમણ કરવું છે? અહીં પાપ કરે, ભવભ્રમણ કરવું છે ને મનુષ્યભવ મળે ત્યારે કરવા માગે છે, ત્યારે હવે એટલે વિલંબ થાય ત્યારે ચક્રાવામાં વધારે વિલંબ થાય છે. જે જવું જ છે તે શા માટે ચક્કરમાં જાય છે. મનુષ્યપણું મળ્યું છે. તે તમારા હાથની ચીજ નથી. દરીયામાં તણાતા આવેલું લાકડું કદાચિત કાઠે આવ્યું. પણ પાછો વમળમાં પડી જાય તે, અહીંથી ચૂકયે તે ચોરાશીના વમળનાં ચક્કરમાં, એ પાછો મનુષ્યભવને કાંઠે આવશે એને શે ભરોસે? દરિયામાં ડૂબતે મનુષ્ય હાથ આપે તે વખતે વાયદે કરે ખરે? તે જીવજીવનને નુકશાન કરનાર ચેરાશીનું ચક્કર તેમાં વાયદો શી રીતે થાય? એક સામાયિકનું ફળ
ખરેખર મોક્ષની તેવી ઈચ્છા થઈ નથી. મેક્ષના ને વાસ્તવિક કારણે માન્યા નથી, નહિંતર વિલંબ કેમ થાય ? બીજા મનુષ્ય ભાવ પર મદાર રાખતા હે તે તે માત્ર અજ્ઞાનતા છે. જે ધરમ કરવાને વખત મળે છે તે વખતે તમે સફળ કરતા નથી અને આગળ કરીશું. અરે તારે ખજાને તપાસ્ય, મનુષ્યપણની પુણ્યપ્રકૃતિ બંધાવે તેવી પ્રકૃતિ નથી. સમ્યકત્વને ખટે જ્યાં આવે ત્યાં અર્ધ પુદ્ગલ પરાવર્ત દેશવિરતિ