Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચોથે, જે તે ધર્મ નથી ગ તે માર્ગાનુસારીને સામાન્ય ધર્મ ગણે છે કે નહિં. ન્યાયથી પસે પેદા કરેલું જોઈએ. વિવાહમાં સમશીલ. શીલકુળ
એ સરખા હેય અન્ય ગોત્ર સાથે વિવાહ કરેલા હેય. આ બધું માનુસારી ગુણેમાં જણાવે છે તે પરિગ્રહ અને વિવાહ એ સામાન્ય ધર્મ કહી ઘો. હમારે દુનીયાદારીમાં પૈસે પેદા કરવા, લગન કરવા એ પણ એક ધરમનું કામ છે. આમ કહેનારે સમજવાનું છે કે દેવદત્ત યજ્ઞદત્તના મેલા ફાટેલા લુગડાં દેખ્યા, તેથી પેલાએ કહ્યું કે ફાટેલા મેલાં લુગડાં કાઢી નાખ. દેવદત્ત લુગડા ફેંકી દીધા ને નાગ થઈ ગયે. દેવદતે અને બીજાએ ઉપાલંભ આપે, ત્યારે યજ્ઞદત્તે કહ્યું કે તમે કહ્યું તેમ કર્યું. આ ઉત્તર વાજબી દીધે? મેલા લુગડાં કાઢી નાખ આ વાકયમાં તત્ત્વ શામાં હતું? મેલા ફાટેલા કાઢી નાખવામાં, લુગડાં કાઢી નાંખવામાં તત્વ ન હતું. જે લુગડાં કાઢી નાખે તે મુર્ખ બને, તેમ અહીં સમજે. વિશિષ્ટ વાકયે એટલે વિશેષણવાળું વાકય હોય ત્યાં વિધાન કે નિષેધ કરીએ તે તે વિશેષને લાગુ પડે, વિશેષણને લાગુ ન પડે. તેમ માર્ગનુસારીપણુ પસે કમાવામાં વિધાન લઈ ગયા પણ પેદા કરવામાં વિધાન નથી, વિધાન ન્યાયમાં છે. મેલા લુગડાં કાઢી નાખ, તેમાં મેલાપણું કાઢવામાં તત્વ હતું. પૈસે પેદા કરવામાં તત્વ ન હતું, તત્વ ન્યાયમાં ડતું. એ ઉપરથી એક વાત નક્કી થઈ કે પૈસે પેદા કરવામાં ન્યાય જોઈએ. બાકી બીજામાં અન્યાય કરીએ તે અડચણ નહીં મેલા લુગડાં ન જોઈએ તેમ શરીર મેલું હોય તે ચાલે? અહીં મેલને નિષેધ તેમ વિભવ એક ઉપલક્ષણ છે. અહીં ખરું વિધાન ન્યાય કરે જોઈએ. માગનુસારીએ અન્યાયને રસ્તે ન ચાલવું. અહીં અન્યાયને નિષેધ છે. જગતમાં ઘણે ભાગ પૈસાને માટે જ અન્યાય કરનારે હોય છે, માટે અન્યાયનું મુખ્ય સ્થાન પકડયું. પૈયામાં ન્યાયને અગ્રપદ આપ્યું. બીજામાં ન્યાયને અગ્રપદ હેય તેમાં અડચણ શી? એમ વિવાહમાં પણ સમાન કુળ ન હોય, સમાન શીલ ન હોય, એવા સાથે વિવાહ કર નહિં. તત્વ નિષેધમાં છે. અસમાન શીલ કૂળને નિષેધ કરે તેમાં અડચણ શી? માર્ગનુસારી ગુણેની આવશ્યકતા શાથી?
માનુસારીના ગુણ નહિં નીકળે, તે આચાર્ય કપીને ઉભા કર્યા છે? પ્રથમ સમજ કે આ વસ્તુ શી છે. પછી સૂચવેલા છે કે શું છે તે