Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૪૦ મું
પછી સમજાશે. માર્ગાનુરીના ગુણે જે ગૃહસ્થ પિતે ધારતા હોય કે મારૂં કુટુંબ ધમી થવું જોઈએ, તે તે ગુરૂ મહારાજ મળે ત્યારે ધર્મી બને. પણ જ્યાં સુધી ગુરૂ મહારાજ મલ્યા નથી, મલ્યા તે ધર્મ જથ્થો ન હોય, તે એ સદગૃહસ્થ કુટુંબમાં રિવાજ એવા પાડે કે સંજોગ મળે કે સીધું પ્રાપ્ત થાય. ગુરૂ મળે ત્યારે ધર્મ પામવામાં વિદ્ધ ન નડે. તેમ જે કુટુંબની તૈયારી કરે. જેમાં ગુરૂને જેગ ન મળે પણ જ્યારે મળે ત્યારે જેમ લુગડાં ને રંગ કર હેય તે ખટાશમાં બોળી રાખ્યા હોય તે જે રંગ ચૅટ કે પાકે રંગ, તેમ ગુરૂ પાસેથી ધમને ઉપદેશ મળે કે તરત જ અસર કરે. આખા કુટુંબને કેળવવા માટે માર્ગાનુસારીના ગુણે આખા કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. પિતા માટે ૨૧ ગુણે જેમાં આવ્યા હોય તે જ્યારે ગુરૂ મળે ત્યારે ધર્મ પામો જાય. આપણું આત્માને ૨૧ ગુણોવાળે બનાવો. માર્ગાનુજારીના રૂપ ગુણે સમષ્ટીની અપેક્ષાએ, ૨૧ પિતાની અપેક્ષાએ ગુણે રાખ્યા છે. વિશેષ ધર્મ પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત રૂ૫. આથી કુટુંબના માલીક તરીકે સામાન્ય ધર્મ ગૃહસ્થ બરાબર કરી લેવાને.
હેય છે તે સંસ્કાર માટે, ગૃહસ્થ ધર્મ–બાર પ્રકારના શ્રાવક ધર્મને અંગીકાર કરું છું. નહીંતર ૩૫–૨૧-૧૨=૯૮ પ્રકાર કહેવા પડે. વાવેતરમાં જમીન ખેડીને, રંગવામાં ખટાશ ચડાવીને તૈયાર રખાય, તેમ માર્ગોનુંસારી ગુણ પમાડી ધર્મ માટે કુટુંબને તૈયાર રખાય. કેટલાંક બીજ વગર–ખેડેલીમાં પણ ઊગે
માનુસારીના ગુણે માત્ર ખેતી તરીકે અથવા ખટાશ તરીકે, ૨૧ ગુણે પણ તેમ છે. મૂળધર્મમાં લેવામાં આવ્યા નથી. કેટલીક વખત માર્ગાનુસારી ૨૧ ગુણ ન હોય તે પણ ધર્મ પામે. રહિણી ચાર કેટલા ગુણવાળે. અર્જુન માલી ચિલાપુત્ર એલાયચીપુત્ર વિગેરે ધર્મ નથી પામ્યા? એવું રૂપક આપીએ તે આ બધાને ધર્મ થયે જ નથી એમ ગણવું પડે. એથી એ ગુણો ન હોય તે ધર્મ ન આવે એમ ન કહી શકાય. ધરમનું રૂપ બારવ્રતમાં આપ્યું છે. ૩૫ કે ૨૧ ગુણમાં ધર્મપણું જણાવ્યું નથી. પેલે જે ધર્મ તે ધર્મ દુર્ગતિવારણ રૂપે, પણ સદ્દગતિવારણ રૂપે છે જ નહિં, ભૂમિકારૂપ છે. ખટાશરૂપે છે. કેટલાક બીજ વગરખેડેલી જગામાં પડે તે પણ ઉગે, તેમાં બીજ જરૂર જોઈએ.