Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
६७
ભાવનામાંથી ખસી કર્મ ભાવનામાં, ત્યાંથી ખસી પાછું ધર્મ ભાવનામાં દાખલ થવું તે પ્રતિક્રમણ. અહીં આવશ્યક શબ્દ દીર્ધદ્રષ્ટિથી મૂકે છે. સર્વને જાહેરાત, કાયદે સરકાર કરે તે જાહેર કરે તલાટી, તે ચરે ચારે કાયદે જાહેર કરે. અગર જાલર વગાડી જાહેર કરે. ત્યારે પછી ગુનેગાર બન્યું તે શીક્ષાપાત્ર થાય, તેમ અહીં પણ આ જિનેશ્વર મહારાજના આસન તરફથી જાહેરાત થાય. આવશ્યક-અવશ્ય કર્તવ્ય આનું નામ ગુણથકી પ્રતિક્રમણ હતું. જે ઔદયિક-અનાત્મ ભાવમાં ગયો હતે ત્યાંથી પાછા આત્મભાવમાં પથમિક ભાવમાં આવે, તે પ્રતિક્રમણ
સૂત્રકાર જણાવે છે કે અમે ગુણથકી પ્રતિક્રમણ કહીએ છીએ. પરિણતિરૂપી ઢેર બહાર નીકળી ગયું છે તેમાંથી લાવી ધરમના વાડામાં રાખવું તે પ્રતિક્રમણ. પણ જાહેરાતને અંગે કહીએ છીએ તેથી તેનું નામ આવશ્યક. શ્રમણ એટલે સાધુ નામધારી હાય, સાધુ તરીકે પિતાના આત્માને સ્થિર કરે હોય તેવાએ જરૂર દિવસ અને રાત્રિના છેડે પ્રતિક્રમણ કરવું જોઈએ. સર્વશ્રાવક અને સાધુને કરવા લાયક, તે માટે આવશ્યક કહે છે. કડિ અને ઉધારીયા વેપાર
અહીં શંકા થાય કે પહેલા ને છેલ્લા તીર્થકરને અંગે આવશ્યક કહી શકે, પણ બા વીશ તીર્થકરના શાસનના સાધુઓને કયાં જરૂર કરવાનું? જે પ્રતિક્રમણ નિયમિત ન કરવાનું તે આવશ્યક કયાં રહ્યું ? અહીં વતુ સમજવાની છે. સ્ટેશન પર સંધ્યાએ કેઈક મનુષ્ય ગયે, ત્યાં આગળ ઉધારે દેવાનું નથી. ઉધારીઓ વેપાર નથી, તે સાંજે ઉઘરાણી કરવાની હાય કયાંથી? અહીં તે રોકડીયે વેપાર છે. તે દુકાનમાં ઉધારીઓ વેપાર છે. જ્યાં કામ પત્યું ત્યાં ખુશીથી સુઈ રહે. તેમ બાવીશ તીર્થકરના શાસનમાં રેકડીઓ વેપાર ને પેલા છેલ્લા તીર્થકરના શાસનમાં ઉધારી વેપાર. આખા દહાડા ને રાતનું પાપ ભેળું કરી પ્રતિક્રમણમાં આળે, આપણે બાર કલાકના ખાતાવાળા થયા. સાંજ સવાર બે જ વખત ગલે ખેલનારા. આખા દિવસ અને રાત્રિને હિસાબ ભેળે થાય. ત્યાં બાવીશ તીર્થકરના શાસનમાં જ્યાં જે વખતે અતિચાર લાગે તે વખતે પડિકમણું એમને તે દૂષણ લાગ્યા સાથે જ પડિકમણું છે. તેથી ચેકબે ચાખું જણાવે છે કે પહેલો બીજે -ત્રીજે કે ચૂંથો પહોર હોય, જે વખતે દેષ લાગે તે વખતે જ પડિકમણું કરે. ક્ષણવાર વિલંબ કરીએ તે આયુષ્ય